10 વર્ષના ભવ્યરાજસિંહ 5મી વાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી

(પ્રતિનિધિ) ભરૂચ, વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરુદ નર્મદાને મળ્યું છે.એટલું જ નહીં ગંગા સ્નાને,યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે. ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જીલ્લામાં આવેલ એક માત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો.
ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ભાલોદ ગામના ૧૦ વર્ષીય ભવ્યરાજસિંહ બારોટે નાની ઉંમરે પાંચમી વાર ૨૧ કિલો મીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે.નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનુ વિષેશ ઘાર્મીક મહત્વ રહેલું છે.
ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહીની નર્મદા આવેલી છે.ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનુ વિષેશ મહત્વ હોય છે.રાજપીપળાના માંગરોળથી નર્મદા પરીક્રમાં શરૂ થાય છે.જેમા મોટી સંખ્યામાં દુર દુરથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામેથી પણ મોટી સંખ્યામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે.
જેમાં ભાલોદ ગામે રેહતા ભવ્યરાજસિંહ રણજીતસિંહ બારોટ તેમના પરિવાર સાથે ૪ વર્ષની ઉમરમાં પહેલી વાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી અને હવે ૧૦ વર્ષની નાની ઉંમરે પાંચમીવાર ૨૧ કિલો મીટર ચાલીને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી ને ધન્યતા અનુભવી હતી.
આ પરિક્રમા ૩ વાર કરવાથી ૩૭૫૦ કિલો મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને ૭૧ પેઢીનો મોક્ષ મળે છે.જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તરવાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામાં આવેલી છે.હાલ ચૈત્ર માસમા દૂર દૂરથી મોટી સંખ્યામા સાધુ – સંતો મહંતો,ભક્તો, શ્રધ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય ૨૧ કિલો મીટર ચાલીને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી ને ધન્યતા અનુભવી હતી.