Western Times News

Gujarati News

લોકોને લુંટતા વ્યાજખોરોને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે

(એજન્સી)અમદાવાદ, જાહેર ધિરાણ કાયદા અને સંબધીત નિયમનકાર દ્વારા ઓથોરાઈઝડ ન હોય તેવા બિનસંગઠીત ધિરાણકર્તાઓ પર પ્રતીબંધ મુકવા સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે. ૧૦ટકાથી ર૦ ટકાના ઉચા વ્યાજે નાણાં ધિરનારા વ્યાજખોરો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસ્તાવીત કાયદાના મુસદા તૈયાર કરી લેવામાં આવ્યા છે.

આ પ્રસ્તાવીત કાયદો બેનીગ ઓફ અનરેગ્યુલેટેડ લેન્ડીગ એકિટવીટીસ (બીયુએલએ)તરીકે ઓળખવામાં આવશે. આ નવા કાયદામાં ડીજીટલ સેકટરના ધિરાણકર્તાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. પ્રસ્તાવીત કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરનારને દસ વર્ષ સુધીની સજા તેમજ રૂ.પ૦ કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ કાયદા હેઠળના કેટલાક ઉલ્લંઘન બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવશે.

જે ધિરાણકર્તા આ કાયદાનું ઉલ્લંઘન કરી ડીજીટલ કે કોઈપણ માધ્યમથી લોન આપે છે. અને ત્યારબાદ આ લોનની વસુલાત માટે હેરાનગતિ કે બિનકાયદેસર પ્રથા અપનાવશે તો આવા કિસ્સામાં ત્રણ વર્ષથી દર વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ લોનની કુલ રકમથી બમણી રકમનો દંડ ફટકારવામાં આવશે. જે લોકો આવી બિનસંગઠીત ધિરાણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે. તેમને પાંચ વર્ષ સુધીની કેદની સજા ફટકારવામાં આવશે.

બિનસંગઠીત ધિરાણકર્તાને બેથી સાત વર્ષની કેદની સજા અને રૂ.એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે. પક્ષકારોને આ નવા ડ્રાફટ બીલ અંગે ૧૩મીફેબ્રુઆરી ર૦રપ સુધી અભીપ્રાયો મોકલવાનું જણાવવામાં આવ્યું છે. આ પગલાંને બે વર્ષ અગાઉ રીઝવ બેક ઓફ ઈન્ડીયા આરબીઆઈ દ્વારા લાગુ કરાયેલ ડીજીટલ લેન્ડીગ માર્ગદર્શીકાના આવકાર તરીકે જોવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.