વરસડા દર્શને આવેલી પરિણીતા પર દુષ્કર્મ ગુજારનારને ૧૦ વર્ષની સજા
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના જાેરાપુરાના શખ્સે કુકર્મ આચર્યું હતું
પાલનપુર, વડગામ તાલુકાના વરસડા ગામે દર્શન કરવા આવેલી એક પરિણીતા ઉપર મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના જાેરાપુરાના વ્યક્તિએ છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે દુષ્કર્મીને ૧૦ વર્ષની કેદ અને રૂા.૧૦,૦૦૦ના દંડની સજા ફરમાવી હતી.
વડગામ તાલુકાના વરસડા ગામે તા.૩ જુલાઈ ર૦૧૭ના રોજ એક પરિણીતા દર્શન કરવા આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના જાેરાપુરાનો સંજયભાઈ ગાંડાભાઈ દેવીપૂજકે પોતાની પત્ની બીજા મંદિરે ઉભી છે તેમ કહી પરિણીતાને બાવળની ઝાડીમાં લઈ ગયો હતો
જયાં એક હાથથી મોઢુંુ દબાવી છરી કાઢી જાે બુમો પાડીશ તો છરી પેટમાં મારીશ તેવી ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જે.એન.ઠકકરે મદદનીશ સરકારી વકીલ દિનેશકુમાર એમ. છાપીયાની દલીલોને ગ્રાહ્ય રાખી
આરોપી સંજય દેવીપૂજકને આઈ.પી.સી. કલમ ૩૭૬માં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦નો દંડ અને જાે દંડ ન ભરે તો વધુ બે માસની સજા જયારે આઈપીસી ક. પ૦૬ (ર)માં એક વર્ષની કેદની સજા તથા રૂ.૧૦૦૦નો દંડ અને જાે દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજાનો હુકમ કર્યો હતો.