Western Times News

Gujarati News

100 કરોડના ખર્ચે નવ માળનું બનશે ગાંધીનગરનું જુનુ સચિવાલય

ગાંધીનગરખાતે 1971માં જીવરાજ મહેતા ભવન કે જે હાલ જુના સચિવાલય તરીકે ઓળખાય છે. ભૂતકાળ માં અહીંયા તેનું નિર્માણ થયું હતું જ્યાંથી રાજ્યના વહીવટનો દોરી સંચાર થતો હતો.

ત્યારબાદ તબક્કાવાર નવા સચિવાલય એટલે કે સ્વર્ણિમ સંકુલનું નિર્માણ થતા મુખ્યમંત્રી થી માંડીને તેમનું મંત્રીમંડળ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની મોટા ભાગની કચેરીઓ ધમધમી રહી છે.

એટલું જ નહીં આજેપણ જૂના સચિવાલય માં અલગ અલગ વિભાગોની કચેરીઓ કાર્યરત છે. ત્યારે હવે જુના બાંધકામ મુજબ હાલ જુના સચિવાલય માં ત્રણ માળના બ્લોક છે. પરંતુ હવે જુના સચિવાલયમાં 8 નવા બ્લોક નિર્માણ કરવામાં આવશે જે 9 માળના રહેશે.

ગાંધીનગર એટલે રાજકીય નગરની સાથે-સાથે કર્મચારી નગર તરીકે પણ ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે .કારણકે જૂના સચિવાલય ની વિવિધ કચેરીઓમાં અલગ-અલગ વિભાગો , સાથે કેટલાક બોર્ડ /કોર્પોરેશનની વહીવટી કામગીરી પણ કરવામાં આવી રહી છે .

ત્યારે હવે ચાર દાયકા બાદ જુના સચિવાલયમાં તમામ સુવિધા વાળા નવા 8 બ્લોકનું નિર્માણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જુના સચિવાલયને રીડેવલપમેન્ટ કરવા માટે વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે . અને નવા નિર્માણ થનારા બ્લોકનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. જેમાં અંદાજિત 4 અબજ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જુના સચિવાલયમાં હાલમાં 19 જેટલા બ્લોક અને 3 મજલાની કચેરીઓ કાર્યરત છે .એટલું જ નહીં કેટલીક કચેરીઓમાં તો કોઈપણ પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ નથી જેને અનુલક્ષીને હવે જૂના સચિવાલય ને રીડેવલપમેન્ટ કરવા માટેનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જુના સચિવાલય ખાતે 9 માળના 8 બ્લોક નું નિર્માણ થશે. જ્યારે પ્રથમ તબક્કામાં 2 બ્લોક બાંધવામાં આવશે જેની પાછળ અંદાજિત 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ સમગ્ર નિર્માણ કાર્ય કર્મયોગી ભવન ની પેટર્ન મુજબ કાટખુણા આકારનું બનાવવામાં આવશે.

સાથે સાથે સમગ્ર જુના સચિવાલય સંકુલને નવા રૂપરંગ આપવા માટેનો પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે નવા નિર્માણ થનારા બ્લોકની અંદર રેઇન વોટર હાર્વેસિ્ંટગ સિસ્ટમ , સોલાર સિસ્ટમ , ફાયર સેફટી સિસ્ટમ અને લિફ્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે . જોકે સરકારે હવે જૂના સચિવાલય ની કાયાપલટ કરવાનો નિર્ણય તો કર્યો છે .પરંતુ નવનિર્મિત બ્લોક નું કામકાજ કેટલી સમયમર્યાદામાં પૂર્ણ થશે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.