Western Times News

Gujarati News

300 હોટલોમાંથી લીધેલા પનીરના 100 સેમ્પલ ફેઈલ થયા

(એજન્સી)અમદાવાદ, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટી એફડીસીએ ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજયભરની ૩૦૦થી વધુ હોટલોમાં પીરસવામાં આવતા પનીરનો સેમ્પલ સર્વે કરવામા આવ્યો હત. આ સેમ્પલ સર્વેમાં ચોકાવનારા તારણો સામે આવ્યા છે. જુદીજુદી હોટલોમાંથી લેવાયેલા ૩પ ટકાથી વધુ પનીરના સેમ્પલ ફેઈલ થયાં છે. જે નકલી પનીર અથવા ભેળસેળનું પનીર હોવાનું ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટીના સુત્રો જણાવે છે.

ફુડ એન્ડ ડ્રગ કમીશનર હેમંત કોશીયાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહીનાઓમાં રાજયમાં જુદીજુદી જગ્યાએ નકલી ભેળસેળવાળુ પનીર પકડાયું છે. ખાસ કરીને દીવાળીના તહેવારોમાં લોકો બહાર હોટલોમાં જમવા જતાં હોય છે. આથી જ અમે રાજયભરમાં અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા ઉપરાંત નાના શહેરોમાં આવેલી ૩૦૦થી વધુ હોટલોમાં પનીરનો સેમ્પલ સર્વે કર્યો હતો.

જેમાં અમારી જુદી જુદી ટીમો કામે લાગી હતી. તેઓ કહે છેકે ચોકાવનારી વાત એ છેકે, રાજયની ૩૦૦ જેટલી હોટલોમાંથી મેળવાયેલા પનીરના સેમ્પલો અને અત્યાધુનીક લેબ ટેકનીકથી ટેસ્ટ કર્યો ેછ. જેના પરીણામમાં ૩પ જેટલા સેમ્પલ ફેઈલ થયા છે. એટલે કે ૩૦૦થી ૧૦૦ જેટલી હોટલોમાં નકલી અથવા ભેળસેળવાળું પનીર લોકોને પીરસવામાં ખવડાવવામાં આવતું હતું.

જેના લીધે લોકો ગંભીર બીમારીના ભોગ બની શકે છ. આ મુદે વધુ તપાસ કરી અમે હોટલોને નકલી કે ભેળસેળવાં પનીર સપ્લાય કરતાં છથી સાત ઉત્પાદકોને ત્યાંં રેડ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, બનાસકાંઠા કચ્છ અને વલસાડનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે પનીરને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ પનીર જેમાં પ૦ ટકાથી વધુ મીલ્ક ફેટ હોય છે. જયારે મીડીયમ ફેટ પનીર જેમાં ર૦થીપ૦ ટકા જેટલું મીલ્ક ફેટ હોય છે. જયારે લો ફેટ પનીર જેમાં ર૦ ટકા જેટલું મીલ્ક ફેટ હોય છે. આમાથી સ્ટાન્ડડ પનીર લોકોને ભોજન તરીકે પીરસી શકાય છે.

પરંતુ નકલી કે ભેળસેળવાળું પનીર બનાવનાર ૧૦થી૧પ ટકા મીલ્ક ફેટવાળા પનીર ને સ્ટાન્ડર્ડ પનીર બનાવવા પામ ઓઈલ કે સોયા ઓઈલ અને એસીડીટક એસીડ, ભેળવાય છે. જે ખાવાથી લોકો જાત જાતના ગંભીર રોગનો ભોગ બને છે.

ફુડ એન્ડ ડ્રગ્સ કમીશ્નર કોશીયા ઉમેર છે. કે, એેફડીસીએ દ્વારા કરાયેલાં પનીરના સેમ્પલ સર્વેમાં ફેઈલ થયેલાં ૧૦૦થી વધુ સેમ્પલોમાં પામ નોઈલ, સોયા બીન ઓઈલ એસીડીટની ભેળસેળ કરવામાં આવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.