અનુસૂચિત જાતિ હસ્તકની સરકારી આદર્શ નિવાસી શાળાઓનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ

વિકસતી જાતિ ક્લ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓનું ૯૯.૮૨ ટકા પરિણામ-આદર્શ નિવાસી શાળાઓમાં ૫૫૬ વિદ્યાર્થીઓ ડીસ્ટીંકશન સાથે ઉત્તીર્ણ
આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્યાં
આજે ધોરણ-૧૨ બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧ ટકા, સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭ ટકા પરિણામ આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થિઓએ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યુ છે. આ ઉપરાંત વિકસતી જાતિ ક્લ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ૯૯.૮૨ ટકા પરિણામ હાંસલ કર્યં છે.
ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્યાં છે. રાજ્યમાં અનુસુચિત જાતિ અને વિકસતી જાતિ હસ્તકની સામાન્ય પ્રવાહની કુલ ૩૬ શાળાઓ કાર્યરત છે, જેમાં ૭૨૯ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓમાંથી ૭૨૮ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી ૯૯.૮૨ ટકા પરિણામ મેળવ્યું છે.
અનુસૂચિત જાતિ ક્લ્યાણ હસ્તકની કુલ ૦૮ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતાં તમામ ૧૭૯ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં ડીસ્ટીંકશન સાથે ૧૩૩ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ફર્સ્ટ કલાસ સાથે ૪૦ વિદ્યાર્થીઓ તેમજ સેકન્ડ ક્લાસ સાથે ૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
તેવી જ રીતે વિકસતી જાતિ ક્લ્યાણ હસ્તકની કુલ ૨૮ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા ૫૫૦ વિદ્યાર્થીઓમાંથી ૫૪૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૯.૮૨ ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં ડીસ્ટીંક્શન સાથે ૪૨૩ વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે. ફર્સ્ટ કલાસ સાથે ૧૦૮ વિદ્યાર્થીઓ તેમજ સેકન્ડ ક્લાસ સાથે ૧૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.