Western Times News

Gujarati News

ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષ કેદની સજા, સાથે કોર્ટે 10,000નો દંડ પણ ફટકાર્યો

અમદાવાદ, અર્થ ડિઝાઇન એન્ડ ડેવલોપમેન્ટના માલિક તન્મય શિરીષભાઈ શેઠ (Tanmay Shirishbhai Sheth owner of Arth Design and Development) કે જેઓ જાહેરાત માટે ડિઝાઇન બનાવી આપવાનું કામ કરે છે, જેમની પાસે પ્યોર યુનિવર્સના માલિક તન્મય પુરોહિતે (Pure Universe Tanmay Purohit) ડિઝાઇન બનાવવા આપતા અને પેમેન્ટ ૩૦દિવસમાં આપવાનું રહેતું બિલની લેણી રકમનું પેમેન્ટ ચેકથી કરતા હતા. (Cheque return case in Ahmedabad)

આપેલ પેમેન્ટ બાદ કરતાં પણ શ્રી તન્મય પુરોહિત પાસેથી રૂ.૫૯,૮૫,૬૧૫ બાકી રકમ નીકળતી હતી, જે વારંવાર ની રજૂઆતો બાદ તે પેટે તારીખ ૮-૨-૨૨ના રોજ રૂ. ૩૭,૮૬,૧૯૫ નો ચેક આપેલ જે બેંકમાં ભરતા ૧૯-૦૨-૨૨ના રોજ રિટર્ન થયેલ જેથી શ્રી તન્મય શેઠે તારીખ ૦૩-૦૩-૨૨ના રોજ નોટિસ આપેલ જે માટે ૧૫-૦૨-૨૨ના રોજ તન્મય પુરોહિત દ્વારા રૂ. ૨૩,૮૧,૧૯૫નો ચેક આપેલ જે પણ રિટર્ન આવતા બિલની ચુકવણી માટે વકીલ શ્રી કલ્પેશ પટેલ મારફત કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

અમદાવાદ ( રૂલર) મેજ. શ્રી સાતમા અધિક સિનિયર અને અધિક જ્યુ.મેજ શ્રી. કોર્ટ નવરંગપુરા ચુકાદો તારીખ ૧૬-૦૪-૨૨૦૪ના રોજ આપેલ જેમાં ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટની કલમ ૧૩૮ મુજબ ગુના અંગે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૨૫ (૨) અન્વયે સાદી કેદની સજા

તથા રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ભરવાનો હુકમ કરેલ છે. અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ -૩૫૭ (૩) મુજબ વળતર તરીકે રૂપિયા ૨૫,૦૦૦ ચૂકવવાનો હુકમ કરેલ છે.

જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો સીઆરપી કલમ-૪૨૧ મુજબ કાર્યવાહી કરી રકમ વસૂલ કરવામાં આવશે અને આરોપીએ દંડની રકમ રૂ. ૧૦,૦૦૦ જમા કરાવવા અને ન કરે તો વધારાની ૩ માસની સાદી કેદની સજા આરોપીએ ભોગવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.