અમેરિકામાં ૧૦ વર્ષમાં ૧૦ હજાર ભારતીયોને હિરાસતમાં લેવાયા
વોશિંગ્ટન, અમેરિકાની વિવિધ કાનુન પ્રવર્તન એજન્સીઓએ રાષ્ટ્રીય સુરક્ષા કે જન સુરક્ષા માટે ખતરાના રૂપમાં જાવામાં આવતા લગભગ ૧૦ હજાર ભારતીયોની ઓળખ કરી તેમને ૨૦૧૮માં હિરાસતમાં લીધા હતાં અમેરીકી સરકારના એક રિપોર્ટમાં તેનો ખુલાસો કર્યો છે. ધરપકડ, હિરાસત અને બહાર મોકલવા ને પસંદગી જનસંખ્યાથી જાડાયેલ શીર્ષક વાળા આ રિપોર્ટને સરકારી જવાબદારી કાર્યાલયે તૈયાર કર્યો છે.અમેરિકી આવ્રજન અને સીમા શુલ્ક પ્રવર્તન કે આઇસીઇ દ્વારા હિરાસતમાં લેવામાં આવનાર ભારતીયોની સંખ્યા ૨૦૧૫થી ૨૦૧૮ની વચ્ચે બે ગણી થઇ ગઇ છે.
રિપોર્ટના જણાવ્યા અનુસાર ૨૦૧૫માં ૩,૫૩૨ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા હતં જયારે ૨૯૬ને મુકત કરાયા હતાં આવી જ રીતે ૨૦૧૬માં ૩,૯૧૩ને હિરાસતમાં લેવામાં આવ્યા હતાં અને ૩૮૭ને મુકત કરવામાં આવ્યા હતાં વર્ષ ૨૦૧૭માં ૫,૩૨૨ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા હતાં જયારે ૪૭૪ને મુકત કરવામાં આવ્યા હતાં વર્ષ ૨૦૧૮માં અમેરિકામાં ૯,૮૧૧ ભારતીયો પર કાર્યવાહી કરવામાં આવી હતી જયારે ૮૩૧ને મુકત કરવામાં આવ્યા હતાં.