છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૨૫૬ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના ૧૦,૨૫૬ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સમય દરમિયાન ૧૩,૫૨૮ લોકો કોરોના સંક્રમણથી સાજા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી નવા પોઝિટિવ કેસ અને સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે ૮ વાગ્યે અપડેટ થયેલા ડેટા અનુસાર, સક્રિય કેસોમાં વધુ ઘટાડો થયો છે.દેશમાં કુલ સક્રિયકેસ હવે ૯૦,૭૦૭ છે.
ગુરુવારના રોજ દેશમાં ૧૦,૭૨૫ નવા કોરોના કેસ જાેવા મળ્યા અને સક્રિય કેસ પણ ઘટીને ૯૪,૦૪૭ પર આવી ગયા હતા. આ પહેલા બુધવારના રોજ ૧૦,૬૪૯ નવા કેસ મળી આવ્યા હતા. સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને ૯૬,૪૪૨ થઈ ગઈ છે.
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના ૨૮૨ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૨ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં એક કોવિડ સંબંધિત મૃત્યુનોંધાયું હતું. રાજ્યમાં કુલ ૧૧,૦૦૧ લોકોના મોત રાજ્યમાં કુલ ૧૧,૦૦૧ લોકોના મોત આ સાથે છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે.HS1MS