103 વર્ષની વૃદ્ધાએ કોવિડ-19 સામે લડવામાં ઉંમર અવરોધરૂપ ન હોવાનું પુરવાર કર્યું
અપોલો હોસ્પિટલ્સ બેંગલોરમાં કોવિડ રસી લીધી
નેશનલ, 10 માર્ચ, 2021: અપોલો હોસ્પિટલ્સ, બન્નેરગટ્ટા રોડ, બેંગલોરમાં 103 વર્ષની વૃદ્ધા શ્રીમતી જે કામેશ્વરીએ કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રાપ્ત ડેટા મુજબ, અત્યાર સુધી કોવિડ-19 રસીનો ડોઝ લેનાર ભારતમાં તેઓ સૌથી મોટી ઉંમરની મહિલા છે. તેઓ તેમના 77 વર્ષના પુત્ર પ્રસાદ રાવ અને અન્ય લાયકાત ધરાવતા પરિવારના સભ્યો સાથે અપોલો હોસ્પિટલમાં રસીકરણ ણઆટે આવ્યા હતા.
શ્રીમતી કામેશ્વરીએ રસી લેતા સ્ટાફને સાથસહકાર આપ્યો હતો તથા તેમને કે તેમના પરિવારજનોને રસી આપ્યા પછી 30 મિનિટમાં કોઈ આડઅસરો જોવા મળી નહોતી.
બન્નેરગટ્ટા રોડ પર સ્થિતિ અપોલો હોસ્પિટલના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે શ્રીમતી જે કામેશ્વરી અને તેમના પરિવારજનોના ઉત્સાહ, ખંત અને ધૈર્યને બિરદાવીએ છીએ, જે તેમણે આ ઉંમરે રોગચાળા માટે લડવા રસી લીધી છે. તેમણે અન્ય વરિષ્ઠ નાગરિકો માટે પ્રશંસનીય ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
તથા રસીકરણ સાથે સંબંધિત તેમના મનમાં રહેલા કોઈ પણ પ્રકારના ડર અને શંકાઓને દૂર કરવામાં મદદ કરી છે. અપોલોમાં અમે વધુ લોકો આગળ આવે અને કોવિડ-19 રસી લે એવી ભલામણ કરીએ છીએ, જે નોવેલ કોરોનાવાયરસ સામેની લડાઈમાં વિજય મેળવવા આપણું મહત્ત્વપૂર્ણ શસ્ત્ર છે.”