Western Times News

Gujarati News

36 કરોડના ખર્ચે તૈયાર થનારા ઓરસંગ નદી પરના પુલને કારણે 105 ગામોને ફાયદો થશે

પ્રતિકાત્મક

ઓરસંગ નદી ઉપર જાેજવા-ઢેબરપુર રોડને જાેડતો પુલ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરાશે ઃ જગદીશભાઈ વિશ્વકર્મા

(માહિતી) ગાંધીનગર,  રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મુખ્યમંત્રીશ્રી વતી માર્ગ અને મકાન વિભાગ સંબંધિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં ઓરસંગ નદી ઉપર જાેજવા-ઢેબરપુર રોડને જાેડતા પુલની કામગીરી ટેન્ડર આપ્યા બાદ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

હાલ આ બ્રિજના નકશા-અંદાજાે બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. જે ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ કરી બ્રિજની કામગીરી સત્વરે ચાલુ કરાશે.

ઓરસંગ નદી ઉપર નિર્માણ થનાર આ પુલ વિશે વધુ વિગતો આપતાં મંત્રીશ્રીએ ગૃહમાં કહ્યું હતું કે, આ બ્રિજ પ્રિ-સ્ટ્રેસ કોન્ક્રીટ ગર્ડર ટાઈપ ૪૭૫ મીટર લંબાઈનો તથા ૨૫ મીટરના ૧૯ ગાળાનો બનાવવામાં આવશે. આ પુલ ૭.૫ મીટર પહોળાઈની કેરેજ-વે તથા એક તરફ રાહદારીઓની અવરજવર માટે ૧.૫ મીટર પહોળાઈની ફૂટપાથ સાથે બનાવવામાં આવનાર છે, આમ આ પુલની કુલ પહોળાઈ ૧૦.૪૫ મીટરની રહેશે.

સૂચિત જાેજવા બ્રિજની ઉત્તર તરફના તરફના પ્રવેશ માર્ગ તરફ આવતા ૩.૭૦ કી.મી. તેમજ દક્ષિણ તરફના પ્રવેશ માર્ગ તરફ ૫.૫૦ કી. મી સાથે કુલ ૯.૨૦ કી.મી. લંબાઈના રસ્તાને હયાત ૩.૭૫/૩.૦ મીટરને ૫.૫૦ મીટર પહોળાઈમાં કરવાનું આયોજન છે.

મંત્રીશ્રીએ સૂચિત જાેજવા બ્રિજની ઉત્તર-દક્ષિણ દિશાએ આવેલા લાભાન્વિત થનાર ગામો તથા તેમની વચ્ચે ઘટાડો થનાર અંતર વિશે જણાવ્યું હતું કે, ઉત્તર તરફના તરફના પ્રવેશ માર્ગ તરફ ૩.૭૦ કી.મી અંતરે ડભોઇ-બોડેલી રોડ રાજ્ય ધોરી માર્ગ અને ૪૨ ગામો/પરાઓ તથા દક્ષિણ તરફ ૫.૫૦ કી.મી લંબાઈ અંતરે સંખેડા-માકણી-મોડાસર રાજ્ય ધોરીમાર્ગ અને ૬૩ ગામો/પરાઓ આવેલા છે.

આમ ૧૦૫ ગામ/પરાના ૮૧,૭૪૦ લોકોને કનેક્ટિવિટીનો સીધો લાભ થશે. આ ઉપરાંત અન્ય સ્ટેટ હાઇવે પરથી અવરજવર કરતાં વાહનોને સંખેડા/બોડેલી તરફ જવા માટે ૧૦ થી ૧૨ કી.મી. જેટલા ટૂંકા અંતરથી અવરજવર માટે આ પુલ ઉપયોગી થશે.

આ ઉપરાંત ઓરસંગ નદીમાં રેતીની લીઝૉ આવેલી હોવાથી આ રસ્તા પરથી પસાર થતાં ભારે વાહનો તેમજ શાળા-કોલેજ જતાં વિદ્યાર્થીઓ, માર્કેટમાં જતાં ખેડૂતોને રોજની અવરજવર માટેનું અંતર ઓછું થશે. જેથી સમય તેમજ નાણાકીય બચત થશે. તેમજ આર્થિક અને સામાજિક વિકાસ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રી શ્રી વિશ્વકર્માએે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પુલોની કામગીરી અંગે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ૯ પુલોના કામો મંજૂર કરવામાં આવ્યાં છે, જે પૈકી ૦૪ પુલોના કામો પૂર્ણ થયા છે તથા ૫ પુલની કામગીરી પ્રગતિમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.