લોસ એન્જેલસની આગમાં રૂ.૧૦,૭૭૦ કરોડનું વૈભવી રહેઠાણ બળીને ભડથું
લોસ એન્જેલસ, લોસ એન્જેલસના જંગલોમાં લાગેલી આગને કારણે વેરાયેલો વિનાશ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. ભીષણ આગમાં ઘણી કીમતી મિલકતો હોમાઇ છે ત્યારે પેસિફિક પેલિસેડ્સનું સૌથી મોંઘું રહેઠાણ પણ આ દાવાનળનો ભોગ બન્યું છે. લગભગ રૂ.૧૦,૭૭૦ કરોડનો વૈભવી મેન્શન આગમાં બળીને ભડથું થયો છે.
એક અહેવાલ મુજબ, લ્યુમિનાર ટેન્કોલોજિસના સીઇઓ ઓસ્ટિન રસેલનો ૧૮ બેડરૂમનું વૈભવી રહેઠાણ રાખમાં ફેરવાઇ ગયું હતું. અહેવાલમાં દર્શાવેલી તસવીરોમાં પારાવાર નુકસાનનો અંદાજ મળે છે. તેમાં મકાનનો કાટમાળ સ્પષ્ટ દેખાય છે.
આ વૈભવી મકાનનું માસિક ભાડું રૂ.૩.૭૪ કરોડ હતું. એચબીઓના સક્સેશનની સીઝન-૪માં વૈભવી રહેઠાણ દર્શાવાયા પછી તેની પ્રસિદ્ધી વધી હતી. રસેલની પ્રોપર્ટીમાં નોબુ દ્વારા ડિઝાઇન કરાયેલું શેફ કિચન, ૨૦ બેઠકનું થિયેટર, તાપમાન નિયંત્રિત શરાબનું ભોંયરું અને રાત્રે તારા જોઇ શકાય એવી છત હતી.
વૈભવી બંગલાનું મોટા ભાગનું ઇન્ટિરિયર નાશ પામ્યું છે. જેમાં માસ્ટર બેડરૂમની બહાર રેટાઇનલ સ્કેનર અને બે પેનિક રૂમનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્પા, આધુનિક કાર ગેલેરી અને રુફટોફ ડેક પણ ભીષણ આગમાં હોમાઇ ગયા છે. ફાયરબ્રિગેડે આખરે શુક્રવારે લોસ એન્જેલસની આગ પર કાબૂ મેળવવામાં સફળતા હાંસલ કરી છે પણ અધિકારીઓએ આરોપોનો મારો શરૂ કરી દીધો છે.
તેમણે જણાવ્યું હતું કે, શહેરના પોતાના પગલાંને કારણે હોનારત વધુ વિનાશક બની છે. લોસ એન્જેલસના ફાયરબ્રિગેડના વડા ક્રિસ્ટિન ક્રોલીએ શહેરના નેતાઓ પર તેમના વિભાગનું બજેટ ઘટાડવાનો આરોપ મૂક્યો હતો. ફાયર વિભાગના બજેટમાં ૧.૭ કરોડ ડોલરથી વધુનો ઘટાડો કરનાર મેયર કેરન બાસે તેમના પગલાંનો બચાવ કર્યાે હતો.
તેમણે કહ્યું હતું કે, “આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બજેટ ઘટાડવામાં આવ્યું હતું, પણ તેની જંગલની આગ ઓલવવાના પ્રયાસ પર કોઇ અસર થઈ નથી.”SS1MS