એક વર્ષમાં ૧૦૮ એમ્બ્યુલન્સે 12.72 લાખ લોકોની જિંદગી બચાવી
રોજ ૩૪૮૫ અને પ્રતિ ક્લાક ૧૪૫ જેટલા દર્દીઓને ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવા પહોંચાડાઈ
(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા વર્ષ ૨૦૨૨માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે ૩૬૫ દિવસમાં ૧૨ લાખ ૭૨ હજાર ૩૪૩ લોકોએ ૧૦૮ એમ્બ્યુન્લસ સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે.
પ્રતિ દિન ૩૪૮૫ અને પ્રતિ ક્લાક ૧૪૫ જેટલા કોલ્સ એટેન્ડ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે. આ ૧૨ મહિનામાં રાજ્યના ૧ લાખ ૨૦ હજાર ૭૨૩ પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઇને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે.
રાજ્યમાં હાલ ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બુલન્સ દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે. ગત વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં ૧૦૮ એમ્બ્યુલન્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૭ મિનિટ અને ૧૦ સેકન્ડ જેટલો રહ્યો છે.વર્ષ ૨૦૨૨માં ૧૦૮ એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો જાેઇએ
તો, ૪,૪૨,૧૪૦ કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા ૧,૩૮,૫૨૦ કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના ૧,૪૫,૦૫૩ માર્ગ અકસ્માતની ઇમરજન્સી અને ૧,૧૯,૦૧૨ અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સીના કૉલ, ૭૩,૮૦૭ જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ ૫૫,૬૦૬ કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે,
૪૯,૧૬૫ જેટલા કોલ્સ ભારે તાવની ફરિયાદ, ૧૫,૯૨૧ કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ, ૧૧,૦૬૮ કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યા સંબધિત, ૧૦,૧૧૮ સ્ટ્રોક સંબંઘિત તકલીફ, ૪,૪૭૪ માથામાં દુખાવાની તકલીફ, ૧,૮૯૯ ગંભીર પ્રકારના અકસ્માત, ૧૭૨૮ એલર્જી રીએક્સનની ફરિયાદ, ૧૭૩૫ માનસિક રોગ સંબંધિત ફરિયાદ, ૩૪૫૦ કોરોના સંબંધિત
અને ૧,૪૨,૪૭૧ જેટલા કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે. રાજ્યની ૧૦,૦૬૫ જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૭માં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.