108 એમ્બ્યુલન્સ બીમાર: લોકો એમ્બ્યુલન્સને ધક્કા મારતા નજરે પડ્યા
મહીસાગર ના વીરપુરમાં સારવાર આપતી 108 એમ્બ્યુલન્સ બીમાર હાલતમાં જોવા મળી.. લોકો 108 એમ્બ્યુલન્સને ધક્કા મારતા નજરે પડ્યા
ગોધરા, વીરપુરના બસ્ટેશનમાં ઈમરજન્સી સેવા માં વપરાતી 108 એમ્બ્યુલન્સ ને સ્થાનિક લોકોની મદદ વડે ધક્કા મારી ચાલુ કરવાની ફરજ પડી હતી. જેથી કહી શકાય કે સારવાર આપતી 108 જ બીમાર હાલત માં જોવા મળી જેના કારણે લોકોમાં અનેક સવાલો ઉત્પન્ન થયા છે. કે ઈમરજન્સી દર્દીના અવન જવન દરમ્યાન આ પ્રકારની ઘટના બને તો દર્દી ની હાલત શું થઈ શકે તે એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.જેના કારણે કહી શકાય કે વીરપુર માં ઈમરજન્સી સેવામા વપરાતી 108 એમ્બ્યુલન્સ ની પરિસ્થિતિ ગંભીર હાલતમાં જોવા મળી રહી છે. તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા