સગર્ભા માટે ૧૦૮ બની દેવદૂત, તબિયત લથડતા એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

ડાંગ, ગારખડી ૧૦૮ ની સરાહાનીય કામગીરી સામે આવી છે. એમ્યુલન્સની ટીમે સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડ્યા બાદ તેણીની તબિયત લથડતાં એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.
વાયદુન ગામે રાત્રિના ૪ઃ૩૪ કલાકે શીલાબેન જયેશભાઈ ગામીતને પ્રસુતિનો દુખાવો ઉપડતા તેમના પતિ જયેશભાઈ ગામીતે ૧૦૮ માં કોલ કરી મદદ માંગી હતી.
ગારખડી લોકેશનને કોલ મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફમાં ઇએમટી સંદીપ પવાર અને પાયલોટ રોહિત ચૌધરી વાયધુન ગામમાં પહોંચ્યા હતા.
અહીં શીલાબેન જયેશભાઈ ગામીતને એમ્બ્યુલન્સમાં લઈ તપાસ કરાઈ હતી. મહિલાને વધુ સારવાર અને પ્રસુતિ અર્થે જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે લઈ જવા નક્કી કરાયું હતું.
૧૦૮ મહિલાને લઈ જઈ રહી હતી તે દરમિયાન મહાલપાડા ગામ નજીક આશરે સવારે ૬ઃ ૦૫ કલાકે તેણીની તબિયત ખરાબ જણાતા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડે તેવા સંજાેગો સર્જાયા હતા. SS3SS