Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં આશીર્વાદ સ્વરૂપ બની ૧૦૮ ઇમરજન્સી સેવા

પ્રતિનિધિ.મોડાસા. અરવલ્લી જિલ્લામાં આ વર્ષ દરમિયાન ૧૦૮ દ્વારા ૧૫૯૪૭ જેટલી ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી . ગુજરાત રાજ્ય મા ૧૦૮ ઈમરજન્સી સેવા આર્શીવાદ રૂપ બની છે. ચાલુ વર્ષ ૨૦૨૨ મા આજ દિન સુધી મા અંદાજિત ૧.૨૦ લાખ જેટલા ઈમરજન્સી કોલ આવેલ છે. જેમાં અરવલ્લી જિલ્લા મા ૧૫૯૪૭ જેટલા કોલ આવેલા હતા.

ઇ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ની ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા ૧૫ વર્ષ થી ગુજરાત રાજ્યના લોકો ના જીવ બચાવવા માટે કટિબદ્ધ રહી છે. કોરોના જેવા કપરા કાળ દરમિયાન ૧૦૮ દ્વારા રાત દિવસ જાેયા વગર ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવેલ છે.

જ્યારે અરવલ્લી જિલ્લા ની વાત કરવામાં આવે ત્યારે અરવલ્લી જિલ્લા મા ટોટલ ૧૨ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ વર્ષ દરમીયાન ૧૫૯૪૭ જેટલી ઈમરજન્સી અરવલ્લી જિલ્લા ની ૧૦૮ દ્ધારા પૂરી પાડવામાં આવેલ છે. જેમાં થી ૫૮૯૪ જેટલી સગર્ભા ની પ્રસૂતિ કેસ ૧૦૮ ને મળેલ છે. તેમજ અન્ય ઈમરજન્સી સેવા જેવી કે અકસ્માત ને લાગતા ૨૩૨૦; પડી જવાના ૧૬૮૯; શ્વાસ લેવામાં તકલીફ પડતા ૮૧૨; હ્રદય ને લગતા ૫૩૨; પેટ માં દુખાવાના ૧૪૮૯; પોઈઝનિંગ ના ૩૮૭; પેરાલીસીસ ને લગતા ૭૬;તથા અન્ય ૨૭૪૮;જેવી અલગ અલગ કોલ આવેલ હતા.

આ દરેક ઈમરજન્સી અરવલ્લી ૧૦૮ દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી કરવામાં આવેલ છે. આ કામગીરી ને ધ્યાન માં રાખી ને ખેડા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી ઉપરાંત સુપરવાઇજર ભૂપેન્દ્ર ચૌધરીએ પણ ૧૦૮ ના તમામ કર્મચારીઓની આ સેવાને બિરદાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.