પાલનપુર ખાતે ૧૦મો મોતીયો કેમ્પ : ફેકો પધ્ધતિથી ૫૯ ઓપરેશન કરાયા
(પ્રતિનિધિ) પાલનપુર, તા.૨૭-૧૧-૨૦૨૨ રવિવારે ફેકો પઘ્ધતિ થી મફત મોતીયાના ૫૯ ફેકો પઘ્ધતિ દ્વારા ઓપરેશન કરવામા આવ્યા.જેનો આયોજન ગ્રેજયુએટસ શોસ્યલ વેલ્ફેર ટ્રસ્ટ પાલનપુર, લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર અને મદની હોસ્પીટલ ડીસાના ઉપક્રમે અને શીફા હોસ્પિટલ અમદાવાદના સહયોગથી સતત૧૦ મો મોતિયા નો કેમ્પ લાયન્સ ક્લબ પાલનપુર ખાતે રાખેલ હતો તેમાં ૩૦૦ લોકો ની આંખ ની તપાસ કરવામાં આવી હતી તેમા ૫૯ દર્દીઓના મોતિયાના ઑપરેશન વિના મૂલ્ય ફેકો પધ્ધતિ કરવામા આવ્યા હતા.
આ કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન, ડો.સલીમભાઇ શેખ,કો-ઓડીનેટર અતિકુરરેહમાન કુરેશી, લા.પ્રકાશભાઇ લાયન્સ ક્લબ ટ્રસ્ટ પ્રમુખ, લા.કદમ લાટીવાલા પ્રમુખ લાયન્સ ક્લબ, લા.કમલેશભાઇ ખટેડ ખજાનચી, લા.નરેન્દ્ર ભાઇ પટેલ,લા.મુળચંદભાઇ ખત્રી, લા.કનુભાઇ દવે, લા.રમેશભાઇ પરમારલા.વાસુભાઇમોદી,ગનીભાઇ ઠેકેદાર,સાહિલભાઇ કુરેશી મ્યુ.સભ્ય ઉપસ્થિત રહી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.