ડાકોર ખાતે સ્વામીનારાયણ ભગવાનનો દસમો પાટોત્સવ
(પ્રતિનિધિ)ડાકોર, આજે પવિત્ર યાત્રા ધામ ડાકોર ખાતે સ્વામી નારાયણ સંપ્રદાયના ભવ્ય વરઘોડા નું આયોજન કરાયું. ત્રિદિવસીય ચાલનારા આ મહોત્સવ નુ શ્રી કૃષ્ણ ના ચરિત્ર નુ રસ પાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ઓ ના સાનિધ્ય મા કરવા મા આવી રહ્યુ છે. સ્વામી નારાયણ મંદિરે થી ભગવાન ની પોથી યાત્રા નીકળી ગામ ના દરેક વિસ્તારો મા ફરી રણછોડજી મંદિરે શ્રીજી ના દર્શન કરી સ્વામી નારાયણ ના અનુયાયી ઓ બાવવિભોર બન્યા.
ત્યાથી પોથી યાત્રા પરત ફરી સ્વામી નારાયણ મંદિર ખાતે પહોંચી. આમ ત્રી દિવસીય ચાલનારી આભગવત ગીતા ના દસમા સ્કંધ ની પારાયણ જ્ઞાનયજ્ઞ માં હજારો ભાવિક ભકતો કથા શ્રવણ કરી ધન્ય બનશે.