11મા ધોરણની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં બાળકને જન્મ આપતા હડકંપ
રાયપુર, છત્તીસગઢના દંતેવાડામાં 11મા ધોરણમાં ભણતી 17 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલની હોસ્ટેલમાં બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ સ્કૂલ સત્તાધીશોની સાથે આખા વહિવટીતંત્રમાં હડકંપ સર્જાયો હતો.આ બાળક જોકે મરેલુ જન્મ્યુ હોવાનુ તંત્રે કહ્યુ હતુ. દરમિયાન આ વિદ્યાર્થિનીએ કહ્યુ હતુ કે, છેલ્લા બે વર્ષથી હું ગામના જ એક યુવક સાથે રિલેશનશિપમાં હતી.આ મામલામાં હવે હોસ્ટેલના સુપ્રિટેન્ડેન્ટને સસ્પેન્ડ કરી દેવાયો છે.
ડેપ્યુટી કલેક્ટરને કહ્યુ હતુ કે, બાળકને જન્મ આપ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયુ હતુ.અમે મેડિકલ સ્ટાફની પણ પૂછપરછ કરી છે.દરમિયાન મૃત બાળકનો કબ્જો વિદ્યાર્થિનીના પરિવારજનોને સોંપી દેવાયો છે. હોસ્ટેલ દ્વારા આખી વાત છુપાવવા માટે વિદ્યાર્થિનીને તાવ આવતો હોવાનુ કારણ અપાયુ હતુ પણ જ્યારે મોડી રાતે તેની તબિયત બગડી હતી ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.