Western Times News

Gujarati News

11 કેવી વીજલાઈન ટ્રકને અડી જતાં દાહોદના બે વ્યક્તિનાં મોત

share broker suicide

પ્રતિકાત્મક

મધ્યપ્રદેશના બાલાઘાટ શેરવી નજીક દુર્ઘટના

દાહોદ, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના પરસવાડા શેરવી નજીક ડાંગર ભરીને દાહોદ તરફ આવતી ટ્રક ૧૧ કેવી લાઈનને સ્પર્શતા સર્જાયેલી ઘટનામાં દાહોદ શહેરના ઘાંચીવાડાના ડ્રાઈવર અને ક્લિનરનું વીજ કરંટથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે. ઘટનાના પગલે લામતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. એમપીઈબીને જાણ કરી વીજ સપ્લાય બંધ કરી મરનાર બન્ને વ્યક્તિઓના મૃતદેહોને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરના ઘાંચીવાડા ખાતેના રહેવાસી સાદિક શબ્બીર હાસા ક્લિનર તેમજ સાજીદખાન પઠાણ રહે.ઘાંચીવાડ ચાલક દાહોદથી બાલાઘાટ જિલ્લાના શેરવી ખાતેના રહેવાસી પ્રહલાદભાઈ બોપચેના ઘરે ડાંગર ભરવા ટ્રક લઈને ગયા હતા. ડાંગર ભરીને દાહોદ આવવા નીકળ્યા હતા તે સમયે રસ્તામાં સેરવી પંચાયત નજીક પહોંચ્યા હતા

જ્યાં પસાર થતી ૧૧ કેવી લાઈન ટ્રકને સ્પર્શતા વીજ કરંટના લીધે ચાલક અને ક્લિનરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા લામતા પોલીસ મથકના પીએસઆઈ તેમજ પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એમપીઈબી બોર્ડને જાણ કરી વીજ સપ્લાય બંધ કરી બન્ને ડ્રાઈવર અને ક્લિનરના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય મધુ ભગત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વીજ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.