Western Times News

Gujarati News

11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન IPLની મેગા હરાજી યોજાવાની શક્યતાઓ

File

નવી દિલ્હી, આઈપીએલની આગામી સિઝન માટેના મેગા ઓક્શનની તારીખો લગભગ નક્કી થઈ ગઈ છે.બેંગ્લોરમાં 11,12 અને 13 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ આ હરાજી ચાલે તેવી શક્યતા છે.

આઈપીએલની પંદરમી સિઝન માટે તમામ ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓનુ લિસ્ટ તો જાહેર કરી જ દીધુ છે.આ સિવાય આઈપીએલમાં ઉમેરાયેલી બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ દ્વારા પણ ત્રણ-ત્રણ ખેલાડીઓના નામની જાહેરાત બહુ જલ્દી થશે.

આઈપીએલની સિઝન 15માં 10 ટીમો શે.જેમાં લખનૌ અને અમદાવાદ નવી ટીમો ઉમેરાઈ છે.તેનુ આયોજન ભારતમાં જ થવાનુ છે.જોકે બોર્ડ દ્વારા ખેલાડીઓની હરાજી પહેલા કોરોના પર પણ નજર રાખવામાં આવી રહી છે.

એક ન્યૂઝ ચેનલે પોતાના અહેવાલમાં ક્રિકેટ બોર્ડના સૂત્રોને ટાંકીને કહ્યુ છે કે,સીવીસી તરફથી ઓક્શન માટે લીલી ઝંડી મળી ગઈ છે.

આઈપીએલની ગત સિઝનમાં ચેન્નાઈની ટીમ વિજેતા બની હતી.તેણે ફાઈનલમાં કોલકાતાને હરાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.