Western Times News

Gujarati News

કોરોનાની વિદાય બાદ અમદાવાદ એરપોર્ટ ધમધમ્યું

2023માં અમદાવાદ એરપોર્ટ પર 11.65 કરોડ મુસાફરો નોંધાયા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ ૨૦૨૩માં કુલ ૧૧.૬૫ કરોડ મુસાફરો નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ ૩૨ હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરેલી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૦૧૪માં કુલ ૪૮.૦૯ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી.

આમ, ૧૦ વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઇ મુસાફરોમાં ૨૫ ગણો જેટલો વધારો થયો છે. ૧૦ વર્ષમાં ડોમેસ્ટિક મુસાફરોના પ્રમાણમાં ૧૭૦ ટકા જ્યારે ઈન્ટરનેશનલ મુસાફરોમાં ૬૦ ટકા જેટલો વધારો નોંધાયો.

અમદાવાદ એરપોર્ટમાં વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરી, માર્ચ, મે અને નવેમ્બર મહિના દરમિયાન મુસાફરોની અવર-જવર ૧૦ લાખને પાર થઇ હતી. ડિસેમ્બરની વાત કરવામાં આવે તો ૧.૯૩ લાખ ઈન્ટરનેશનલ અને ૭.૯૮ લાખ ડોમેસ્ટિક એમ કુલ ૯.૯૧ લાખ મુસાફરો નોંધાયા હતા.

ડિસેમ્બરમાં ૧૧૫૫ ઈન્ટરનેશનલ અને ૬૩૪૦ ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં સરેરાશ ૧૬૭ અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં સરેરાશ ૧૨૬ મુસાફરો નોંધાયા હતા. વર્ષ ૨૦૨૩માં કુલ ૧૮.૭૩ લાખ ઈન્ટરનેશનલ જ્યારે ૯૭.૮૫ લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર હતી. જેની સરખામણીએ ૨૦૧૪માં ૧૧.૭૩ લાખ ઈન્ટરનેશનલ અને ૩૬.૪૮ લાખ ડોમેસ્ટિક મુસાફરો હતા. આમ, ઈન્ટરનેશનલ મુસાફરોમાં અંદાજે ૬૦ ટકા જ્યારે ડોમેસ્ટિક મુસાફરોમાં ૧૭૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.

ડિસેમ્બર ૨૦૧૪ દરમિયાન અમદાવાદ એરપોર્ટમા ૬૯૮ ઈન્ટરનેશનલ અને ૨૪૩૭ ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર હતી. આ સ્થિતિએ ૨૦૧૪ કરતાં ૨૦૨૩માં ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૧૨૫ ટકા અને ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે.

જાણકારોના મતે, પાંચ વર્ષ અગાઉ અમદાવાદ એરપોર્ટમાં માત્ર જ ડ્રોપ ઓફ્‌ લેન હતી. જેની સરખામણીએ હવે દરેક ટર્મિનલમાં લેનની સંખ્યા ૬થી વધી ગઇ છે. એરપોર્ટમાં ચેક ઈન કાઉન્ટર વધીને ૪૦ થયા છે અને સિક્યુરિટી ચેકિંગ એરિયા ૩૦ ટકા જેટલો
વધ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.