કામાખ્યા એક્સપ્રેસના ૧૧ એસી કોચ પાટા ઉપરથી ઉતરી ગયા

(એન્જસી)ભુવનેશ્વર, ઓડિશામાં એક મોટો રેલ અકસ્માત થયો છે. અહીં બેંગલુરૂ અને અસમ વચ્ચે ચાલતી કામાખ્યા એક્સપ્રેસના ૧૧ એસી કોચ પાટા પરથી ઉતરી ગયા છે, ત્યારબાદ યાત્રિકોમાં હાહાકાર મચી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ટ્રેન ચૌદ્વાર વિસ્તારના મંગુલી પેસેન્જર હોલ્ટની પાસે ડીરેલ થઈ છે. રેસ્ક્્યુ ઓપરેશન માટે એનડીઆરએફ અને મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઓડિશાના કટકમાં ચૌદ્વાર પાસે બેંગલુરૂ-કામાખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ૧૧ એસી કોચ ડીરેલ થયા હતા, ત્યારબાદ નીલાચલ એક્સપ્રેસ, ધૌલી એક્સપ્રેસ, પુરૂલિયા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મેડિકલ ટીમ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ કર્મચારી રેસ્ક્્યુ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ અશોક કુમાર મિશ્રાએ જણાવ્યુ કે અમને કામાખ્યા એક્સપ્રેસ (૧૫૫૫૧) ના કેટલાક કોચ પાટા પરથી ઉતરી જવાની સૂચના મળી છે. તેમણે કહ્યું- અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે ૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. બધા યાત્રિ સુરક્ષિત છે. દુર્ઘટના રાહત ટ્રેન, ઈમરજન્સી મેડિકલ ઉપકરણ મોકલવામાં આવ્યા છે.