Western Times News

Gujarati News

૧૫ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આછોદના 11 ઝડપાયાઃ ૩ વોન્ટેડ

એક ચોરીનો ભેદ ઉકેલાયો તો અન્ય શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, આઈશર ટેમ્પોમાં ચોરીના લોખંડના પાઇપો લઈ જતા ૯ આરોપીઓને વાગરા પોલીસે ૧૧,૯૬,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાઈપ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.જ્યારે ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. તો બીજી તરફ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ૨ આરોપીઓને ૪,૧૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી તપાસ આરંભી હતી.

વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે.તેમજ કેટલાક નવા ઔદ્યોગિક એકમો સ્થાપિત થઈ રહ્યા છે.જે માટે મોટા પાયે બહારથી ઔદ્યોગિક એકમોને લગતો મોંઘી કિંમતનો સામાન આવતો હોય છે.

જેમાં કોઈ ગેરરીતિ, છેતરપીંડી કે ચોરીના બનાવો ન બને તે હેતુસર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનને આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

તેવામાં માહિતી મળી હતી કે શંકાસ્પદ લોખંડના પાઈપ ભરેલ આઈશર ટેમ્પો મુલેર નજીકથી પસાર થવાનો છે.માહિતી મળતાજ પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.માહિતી મુજબનો આઈશર ટેમ્પો આવતાજ પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી લોખંડની પાઈપો મળી આવી હતી.જેના આધાર પુરાવા માંગતા હાજર લોકો તે રજૂ કરી શક્યા ન હતા.જેથી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ આછોદ ગામના કુલ ૭ આરોપીઓની અટક કરી ૩ લોકોને ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે મુલેરથી દેનવા માર્ગ ઉપર આવેલૅદ્ગય્ઝ્ર ની વેલ નંબર ૧૪૨ ઉપરથી રાત્રીના સમયે વેલ્ડીંગ કરેલ પાઈપને ગ્રાઈન્ડર કટર મશીનની મદદ વડે કાપી લોખંડના ૪૬ નંગ પાઈપ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.પોલીસે ૪,૬૦૦ કિલોગ્રામની વજનના ૪૬ નંગ લોખંડના પાઇપ જેની આશરે કિંમત રૂપિયા ૧,૮૪,૦૦૦,એક આઈશર ટેમ્પો

જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે ૦૧ સીટી ૭૯૪૮ જેની આશરે કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ તથા જનરેટર, ગ્રાઈન્ડર મશીન, આરી તેમજ બ્લેડ સહિતનો ચોરીમાં વપરાયેલ સામાન જેની આસરે કિંમત રૂપિયા ૧૨,૭૦૦ મળી કુલ ૧૧,૯૬,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ૭ આરોપીઓની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આછોદના ૭ આરોપીઓ ઃ ૧) જગદીશ માનસિંગ વસાવા રહે, આછોદ, ૨) અલ્તાફ અલ્લી વોરા પટેલ રહે, આછોદ, ૩) ઈરફાન અહેમદ પટેલ રહે, આછોદ, ૪) આસિફ મુસ્તાક વોરા પટેલ રહે, આછોદ, ૫) સંદીપ મફત વસાવા રહે, આછોદ, ૬) અશોક જંડા વસાવા રહે, આછોદ, ૭) રમેશ અમરસંગ વસાવા રહે, આછોદ, ૮) મનોજ ગોપાલ વસાવા રહે, આછોદ, ૯) સંજય રતિલાલ વસાવા રહે, આછોદ -વોન્ટેડ આરોપીઓ ઃ ૧) ઈમ્તિયાઝ એહમદ દેડકા રહે, આછોદ, ૨) ઈકબાલ નિજામ પઠાણ રહે, આછોદ, ૩) ઝુંબેર ઉર્ફે મિલી બુચિયા રહે, આછોદ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.