પાર્કિંગમાં પડેલી 11 બાઇક ભડભડ સળગી, ૩ના મોત
નવી દિલ્હી, દિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણા નગરમાં પણ એક ઘરમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. આ આગ ચાર માળની બિલ્ડીંગની પાર્કિંગમાં ઉભેલી ૧૧ બાઇકોમાં લાગી હતી અને પહેલા માળ સુધી ફેલાઇ હતી. ત્યારબાદ ઉપરના માળ સુધી ધુમાડો ભરાઇ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ આગની ઘટના મોડી રાત્રે ક્રિષ્ના નગરમાં બેંક ઓફ ઈન્ડિયાની પાસે શેરી નંબર એકમાં છછી બિÂલ્ડંગમાં બની હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. મળ ી માહિતી મુજબ જ્યારે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને પહેલા માળે એક બળી ગયેલી લાશ મળી હતી
અને ઉપરના માળેથી ૧૨ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ લોકોને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પોલીસ રેકોર્ડ અનુસાર આ ઘટનામાં પરમિલા શાહદ (૬૬) બળેલી લાશ પહેલા માળેથી મળી હતી.
જ્યારે કેશવ શર્મા (૧૮) અને અંજૂ શર્મા (૩૪) ને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેવેન્દ્ર (૪૧) ને ગંભીર અવસ્થામાં મેક્સ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આગની આ ઘટનામાં રૂચિકા (૩૮), સોનમ શાદ (૩૮) ને હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઘણા લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.