Western Times News

Gujarati News

પતંગની દોરીથી ૧૧ લોકોના ગળા કપાતા મોત

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસના પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના માફકસરના પવનથી પતંગબાજાે માટે સોનામાં સુગંધ ભળી હતી. જાેકે, ઉત્તરાયણ પર્વે પતંગ-દોરીથી ઈજા પામીને કે પતંગ ચગાવતા જતાં કે મકાન પરથી પડી જવાના કારણે કે ૧૧ જણાએ જીવ ગુમાવ્યો છે.

જેમાં સૌથી વધારે નાના બાળકોનો સમાવેશ થયો છે. ઉત્તરાયણમાં ૧૩૦ લોકોને ઈજા અને ૪૬ લોકો ધાબેથી પડ્યા છે. આમ આ ઉત્તરાયણમાં દોરી એ મોતની દોરી બની ગઈ છે. આ પર્વમાં ૪૫૬ મારામારીના બનાવો બન્યા છે. આમ તહેવારમાં લોકોએ મજાની સાથે દોડાદોડી પણ કરી છે. ૧૦૦ લોકોને તો ટાંકા લેવા પડ્યા છે. અમદાવાદમાં સૌથી વધારે લોકો દોરીથી ઈજાગ્રસ્ત બન્યા છે.

ગુજરાતમાં ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ એમ બે દિવસમાં દોરીથી ઈજા થવાની સૌથી વધુ ઘટના બની છે. જેમાં રાજ્યમાં ૧૧નાં મોત થયા છે. ૧૩૦થી વધુ લોકોને દોરીથી ઈજા પહોંચી છે. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ એક બે દિવસમાં સૌથી જ્યારે ૫૦થી વધુ લોકો પતંગ ચગાવતા નીચે પડયા છે.

૧૨૮૧ને માર્ગ અકસ્માતમાં ઈજા થયાનું સામે આવ્યું છે. લોકો માટે ઉત્તરાયણની મજા સજા બની ગઈ છે. બે દિવસમાં માર્ગ અકસ્માતમાં ૧૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ઉત્તરાયણમાં દોરીની ઈજાને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૪૦થી વધુને દાખલ કરવા પડ્યા હતા.

જેમાં સોલા સિવિલમા બે દિવસમાં ૩૧ જ્યારે અસારવા સિવિલમાં ૧૧ દર્દીનો સમાવેશ થાય છે. અસારવા સિવિલમાં ઉત્તરાયણમાં ૮ વ્યક્તિને પડી જવાથી, ૬ વ્યક્તિને પતંગ ચગાવતી વખતે ઈજા થતાં દાખલ કરાયા હતા. આમ બે દિવસમાં કુલ ૫૯ દર્દીને દાખલ કરાયા હતા અને તેમાંથી ૫૩ને રજા આપી દેવાઈ છે.

ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પશુ- ઈમરજન્સીના કુલ કેસની પક્ષીની સારવાર માટે રાજ્ય સરકારના વનવિભાગ, પશુ ચિકિત્સા અધિકારીઓ એક્ટિવ રહ્યાં છે. રાજ્યભરમાં ૧૨૦૦થી વધુ પક્ષીઓ અને ૧૭૦૦થી વધારે પશુઓને સારવાર આપવામાં આવી હતી.

લોકોએ આ ઉત્સવ માણ્યો છે પણ આ ઉત્તરાયણમાં અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદ જ નહીં રાજકોટ, બરોડા અને સુરતમાં પણ દોરી વાગવાની અને અકસ્માતની ઘટનાઓ બની છે. ઉત્તરાયણમાં મારામારીની સૌથી વધારે ૯૧ ઘટના અમદાવાદમાં બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.