દમાસ્કસ એરપોર્ટ પર હુમલામાં ૧૧ અધિકારીનાં મોત થયા

દમાસ્કસ, સીરિયાની રાજધાની દમાસ્કસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના સૈન્યની એક પાંખ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ૧૧ અધિકારીઓના મોત થયા છે.
સાઉદી મીડિયાએ દાવો કર્યો હતો કે, ગુરુવારની સાંજે એરપોર્ટને ટાર્ગેટ કરીને હવાઈ હુમલો થયો હતો. આ હુમલો થયો ત્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર પોતાના ટોચના અધિકારીઓને મળવા માટે એરપોર્ટ પર ગયા હતા. આ હુમલામાં અન્ય એક કમાન્ડર નૂર રશિદ ઘાયલ થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જાેકે ઈરાને સાઉદી મીડિયાના અહેવાલને નકારી કાઢ્યો છે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રવક્તા સરદાર શરીફે કહ્યુ હતુ કે, આ પ્રકારના દાવા નિરાધાર છે અને બીજી તરફ સીરિયાઈ મીડિયાએ આ મામલામાં દાવો કર્યો હતો કે, ઈઝરાયેલે બે અલગ અલગ વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા હતા. આમ દમાસ્કસના એરપોર્ટ પર થયેલા હુમલામાં પણ ઈઝાયેલનો હાથ હોવાનુ હવે ચર્ચાઈ રહ્યુ છે.
આ હુમલા બાદ સીરિયાની સરકારે હવાઈ સીમાઓની સુરક્ષા વધારી દીધી છે. ઈરાનના એક ટોચના લશ્કરી સલાહકાર સૈયદ રઝી મોસાવીની પણ તાજેતરમાં એક ઈઝરાયેલી હુમલામાં મોત થયુ હતુ.
સૈયદ રઝીની મોત પર ઈરાન લાલચોળ છે અને ઈરાને સોગંદ લીધા છે કે ,ઈઝરાયેલ પાસેથી આ હત્યાની કિંમત વસુલ કરવામાં આવશે. આ દરમિયાન જ વધુ એક હવાઈ હુમલો થયો છે. જાેકે ઈરાને આ અહેવાલોને જ નકારી કાઢયા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જ્યારથી હમાસ સાથે ઈઝરાયેલે યુધ્ધ શરુ કર્યુ છે ત્યારથી જ ટકરાવ જાેવા મળી રહ્યો છે. SS2SS