Western Times News

Gujarati News

અલ-કાયદા અને એબીટી સાથે સંકળાયેલા ૧૧ની ધરપકડ થઈ

નવી દિલ્હી, આસામમાં અલ-કાયદા અને બાંગ્લાદેશ સ્થિત અંસારુલ્લા બાંગ્લા ટીમ સહિત અનેક વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જાેડાયેલા ઓછામાં ઓછા ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક મદરેસાના શિક્ષક હોવાનું કહેવાય છે.

આસામના મોરીગાંવ, બારપેટા, ગુવાહાટી અને ગોલપારા જિલ્લામાંથી ગુરુવારે અટકાયત કરાયેલા ૧૧ લોકોનો અલ-કાયદા અને અંસારુલ્લા બાંગ્લા ટીમ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે આ કેસમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદી સંગઠનો સાથે જાેડાયેલા લોકોની ધરપકડ પર સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ લોકો પાસેથી ઘણી માહિતી મળી શકે છે.

સીએમ સરમાએ કહ્યું, ‘આસામના બારપેટા અને મોરીગાંવ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ આતંકી મોડ્યુલ સાથે જાેડાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ લોકોની ધરપકડથી અમને વધુ માહિતી મળશે.

આસામ પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાંથી એક મુસ્તફા ઉર્ફે મુફ્તી મુસ્તફા મોરીગાંવ જિલ્લાના સહરિયા ગામનો રહેવાસી છે. મુસ્તફા અંસારુલ્લા બાંગ્લા ટીમનો સક્રિય સભ્ય છે, જે ભારતીય ઉપખંડમાં અલ-કાયદા સાથે સંકળાયેલો છે. તે ભારતમાં ABT મોડ્યુલનું આવશ્યક નાણાકીય સાધન છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુસ્તફા સહરિયા ગામમાં એક મદરેસા, જેનું નામ જમીઉલ હુડા મદરેસા છે. તે ત્યાં શિક્ષક તરીકે ભણાવે છે. પોલીસે આ મદરેસાને સીલ કરી દીધું છે. કારણ કે આ મદરેસામાં અટકાયત કરાયેલા લોકો ત્યાં સુરક્ષિત રહેતા હોવાની આશંકા છે.

પોલીસે જણાવ્યું હતું કે મદરેસા ગેરકાયદેસર રીતે કમાયેલી આવક દ્વારા ચલાવવામાં આવી રહી હતી. મુસ્તફા ઉપરાંત પોલીસે મોરીગાંવમાંથી ૩૯ વર્ષીય અફસરુદ્દીન ભુયાનની પણ ધરપકડ કરી છે. ગોલપારાના રહેવાસી ૨૨ વર્ષીય અબ્બાસ અલીની પણ આસામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે તેણે ફરાર થયેલા લોકોમાંથી એક મહેબૂબ રહેમાનને સામાનની અને રહેવાની વ્યવસ્થા કરી હતી.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “જેહાદી મોડ્યુલ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેન્દ્રીય એજન્સીઓની મદદથી આ શક્ય બન્યું છે. આસામમાં કેટલાક જેહાદી તત્વો છે જેઓ બાંગ્લાદેશના કટ્ટરપંથી જૂથો સાથે સંબંધ ધરાવે છે.

આવું એટલા માટે થાય છે કારણ કે રાજ્ય પડોશી બાંગ્લાદેશની નજીક આવેલું છે. જાે કે, આ પહેલીવાર નથી કે આસામમાં બાંગ્લાદેશી લિંક ધરાવતા જેહાદીઓની ધરપકડ કરવામાં આવી હોય. અગાઉ પણ માર્ચ અને એપ્રિલ મહિનામાં બારપેટામાંથી બાંગ્લાદેશી નાગરિક સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.