Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા વધુ 11 સ્માર્ટશાળાઓ તૈયાર કરવામાં આવી

પ્રતિકાત્મક

વડાપ્રધાનના શિક્ષણ વિઝનને પરિપૂર્ણ કરવા વધુ સ્માર્ટશાળાઓ બનાવવામાં આવશે : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝન તરીકે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં આપવામાં આવેલ કૌશલ્ય વિકાસ માટે બાળકોને અદ્યતન ટેક્નોલોજી શીખવવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શાળાઓને સ્માર્ટ સ્કુલ બનાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની 450-મ્યુનિસિપલ શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમ દ્વારા 1,70,500 ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને કૌશલ્ય વિકાસ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળું, જીવન ઉપયોગી, વ્યવસાયલક્ષી, સ્માર્ટ શિક્ષણ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સાંસદ નિધિ, સ્માર્ટ સીટી પ્રોજેક્ટ, ગુજરાત સરકાર સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી સ્માર્ટ સ્કુલો તૈયાર કરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી ના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નવી 11 સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં મકરબા પ્રા. શાળા, નહેરૂનગર પ્રા. શાળા,  સરખેજ કુમાર શાળા, સરખેજ બ્રાંચ શાળા, ગ્યાસપુરભાઠા પ્રા. શાળા, સંકલિતનગર શા.નં.ર, ગ્યાસપુર પ્રા. શાળાનો સમાવેશ થાય છે.

જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઘ્વારા 18 ઓગસ્ટ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ઘ્વારા ગાંધીનગર સંસદીય મતવિસ્તારની 07 સ્માર્ટ શાળાઓ, અમદાવાદ પશ્ચિમ સંસદીય મતવિસ્તારની 03 સ્માર્ટ શાળાઓ અને અમદાવાદ પૂર્વ સંસદીય મત વિસ્તારની 01 સ્માર્ટ શાળા કુલ 14.18 કરોડના ખર્ચે  બનાવવામાં આવી છે. જેનો લાભ કુલ 5540 જેટલા બાળકોને મળશે.

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 6 શાળા કેમ્પસ વેજલપુર વિધાનસભાના -21. ઘાટલોડિયા વિધાનસભાના -21, નારણપુરા વિધાનસભાના -11 તેમજ સાબરમતી વિધાનસભાના -13)ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બનાવવામાં આવી છે, જેનો કુલ 42765 ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સ્માર્ટ શિક્ષણની સાથે વિજ્ઞાન બંને નવી ટેક્નોલોજીનો લાભ મળશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટશાળાઓમાં ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળામાં ધોરણ 1 થી 8 માટેના અભ્યાસક્રમના ક્રિયાન્વિત મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. આ માટે શિક્ષકોને આ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. કુલ 632 ચોક્કસ ગાણિતિક વિજ્ઞાન મોડલ રજૂ કરવામાં આવ્યા છે. જેના દ્વારા બાળકો વિજ્ઞાન અને ગણિતના ક્રિયાન્વિત મોડેલ દ્વારા શિક્ષણ મેળવશે.

બાળકોને આધુનિક શિક્ષણ આપવા માટે, ફ્યુચર ક્લાસરૂમમાં 40 કોસબુક અને ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે. Anytime Anywhere learningના પરિપ્રેક્ષ્યમાં શિટારા પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફેન્સી બેન્ચ સાથે ફ્યુચર ક્લાસરૂમ પરંપરાગત શિક્ષણથી અલગ વાતાવરણ ઉભું કરે છે. બાળકો ફ્યુચર ક્લાસરૂમમાંથી કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટર શિક્ષણ. ઈન્ટરનેટ શિક્ષણ અને તેમના અભ્યાસક્રમનું પૂરક જ્ઞાન મેળવશે

3D એજ્યુકેશન માટે 250 માઇકોન PVC સીટમાં 100 માઇકોન લેમિનેશન સાથે બને કુલ 30 પેઇન્ટ 9300 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો છે. જેમાં અભ્યાસક્રમની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકો રિશેષના સમયમાં તેને વાચીને શિક્ષણને ઊંડાણપૂર્વક ગ્રહણ કરી શકશે. શાળામાં દિવાલો માટે અદ્યતન ઇકો ફ્રેન્ડલી 1000 ચોરસ ફૂટ 30 વોલ પેઈન્ટીંગ કરવામાં આવ્યું છે.

૩૦ વોલ પેઈન્ટીંગ શાળાના વાતાવરણને શૈક્ષણિક બનાવશે. બાળકો શાળા સાથે અનુબંધ સાધી શકશે.  દેશ 2047માં સમુદ્ર રાષ્ટ્ર બનવાનો સ્વપ્ન જોઈ રહ્યો છે, જે શિક્ષણ દ્વારા જ શક્ય છે. દેશના સારા ભવિષ્ય માટે સ્માર્ટ ટેકનોલોજી આધારિત શિક્ષણ આપીને આપણે આપણા દેશને વિશ્વગુરુ બનાવીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.