11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો: તબીબોએ મૃત જાહેર કર્યો
(એજન્સી) રાજકોટ, છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકને કારણે મૃત્યુના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે હાર્ટ એટેકમાં કેટલાય પરિવારજનો દ્વારા પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. રાજકોટમાં પણ ૧૧ વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું. બાળક અચાનક ઢળી પડતા પરિવારજનો દ્વારા બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પાસે વિજય પ્લોટમાં રહેતા દેવરાજ કનકભાઈ કારેલિયા ઉ.વર્ષ.૧૧ સવારે પોતાનાં ઘર બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો. તે દરમ્યાન અચાનક જ દેવરાજ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ દેવરાજનાં પિતાએ હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું.
જે બાદ આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા દેવરાજને તાત્કાલીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર દર્દીએ દેવરાજને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.મળતી માહિતી મુજબ કનકભાઈ કારેલિયાને સંતાનમાં બે પુત્ર છે. જેમાં દેવરાજ મોટો હતો. તેમજ ધો. ૬ માં ઈÂગ્લશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો.