એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા
મોટી સંખ્ય્માં શ્રધ્ધાળુઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા
(એજન્સી)નિમાડ,મધ્યપ્રદેશના નિમાડમાં રહેતા અને એક પગ પર ૧ર વર્ષ સુધી તપ કરનારા ૧૧૦ વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા છે. સીયારામ બાબાના નિધનના સમાચારે બધાને ચોકાવી દીધા છે. અંતીમ દર્શન કરવા માટે તેમના શ્રધ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે.
સીયારામ બાબો વિશે કહેવાય છે કે, તેઓ હનુમાનજીના પરમ ભકત હતા અને તેમણે પોતાનું આખું જીવન ભકિત-સાધનામાં જ વિતાવી દીધું છે.
નિમાડના અંત સિયારામ બાબાના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દુઃખ વ્યકત કર્યું છે. મોહન યાદવ પણ બાબાના અંતીમ દર્શન માટે ખરગોન જવાના છે. ખરગોનના એસપી ધમરાજ મીણાએ જાણકારી આપી છે કે સંત સીયારામ બાબાનું સવારે ૬.૧૦ વાગે નીધન થયું હતું.
પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમના પાર્થિવ દેહને અંતીમ દર્શન માટે ખરગોન સ્થિત આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
સિયારામ બાબા વિશે તેમના સેવકોએ જણાવયું કે, હનુમાન ભકત બાબા મોટાભાગે દાનમાં માત્ર ૧૦ રૂપિયા લેતા હતા. આ રકમ નર્મદા ઘાટ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના સમારકામ માટે આપવામાં આવી હતી. સેવકોના કહેવા પ્રમાણે બાબા બહુ ભણેલા ન હોવા છતાં તેઓ સતત રામચરીતમાનસનો પાઠ કરતા હતા.