પાકિસ્તાનમાં પૂરને કારણે બલૂચિસ્તાનમાં ૧૧૧ના મોત
ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં મુશળધાર વરસાદ લોકો માટે મોટી આફત બની ગયો છે. પાડોશી દેશમાં ભારે વરસાદ બાદ પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
૧ જૂનથી શરૂ થયેલા ચોમાસાના વરસાદને કારણે બલૂચિસ્તાનમાં અત્યાર સુધીમાં ૧૧૧ લોકોના મોત થયા છે. દેશના મુખ્ય સચિવ અબ્દુલ અઝાઈ અકીલીએ કહ્યું કે, બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૬૦૭૭ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. જ્યારે ૧૦ હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે.
વરસાદ દરમિયાન ૧૬ ડેમને ભારે નુકસાન થયું છે. કેટલાક ડેમને વધુ તો કેટલાકને ઓછું નુકસાન થયું છે. જ્યારે બે એકરમાં પથરાયેલી જમીનમાં ઉગાડવામાં આવેલ પાક અને બગીચા બરબાદ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, ચોમાસા દરમિયાન અગાઉની સરખામણીમાં ૫૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
હાલ પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના લગભગ ૧૦ જિલ્લા ભારે વરસાદથી પ્રભાવિત છે. સાથે જ વરસાદને કારણે ૬૫૦ કિમી સુધીના રસ્તાઓને પણ નુકસાન થયું છે. વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે.
જમ્મુ-કાશ્મીરમાં આફતના વરસાદે હાહાકાર મચાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પુંછ, રાજૌરી, ડોડા અને કઠુઆમાં લોકોના ઘરોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. તો કઠુઆમાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
શહેરના મોટાભાગના માર્ગો પાણીમાં ગરકાવ છે. શાળાના મેદાન સહિત. શેરીઓ, રસ્તાઓ પાણીથી તરબોળ બની ગયા છે. જેને કારણે રસ્તાઓ પર લાંબા જામ જાેવા મળી રહ્યા છે. પરંતુ આ આફત હજુ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં વરસાદને લઈને ઘણી જગ્યાએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.SS1MS