પાર્ક કરેલી કારમાંથી ૧૧૩ કિલો અફીણના જીંડવા મળી આવ્યા

સાલીયા ગામે મોરવા હડફ પોલીસને મળી મોટી સફળતા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મોરવા હડફ ના સાલીયા ગામના સર્વિસ રોડ પર એક સફેદ ક્રેટા કાર પડી હોવાની બાતમી ના આધારે પોલીસે કાર મા તપાસ કરતા સીટ અને ડીકીમા થી આઠ થેલા અફીણ ના જીંડવા મળી આવતા મુદ્દામાલ સહિત કારને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. 113 kg of opium poppy husks found in parked car
મોરવા હડફ પોલીસે સાલીયા ગામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસને એક રાહદારી પાસેથી માહિતી મળી હતી કે સાલીયા ગામના સર્વિસ રોડ પર એક સફેદ ક્રેટા કાર પડી છે. જેમાં કોઈ ડ્રાઈવર કે અન્ય વ્યક્તિની હાજર નથી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાર નંબર GJ-12-FB-0974 ની કારની ચાવી સ્ટીયરિંગમાં લગાવેલી હતી અને તમામ દરવાજા ખુલ્લા હતા.
પોલીસે કાર અંદર તપાસ કરતા મધ્યની સીટ અને ડિકીમાંથી કાળા રંગના થેલામાં અફીણના જીંડવા મળી આવતા આઠ થેલામાંથી ૧૧૩.૪૨૦ કિલોગ્રામ જેની કિંમત પ્રતિ કિલો ૩૦૦૦ રૂપિયા લેખે ૩,૪૦,૨૬૦ રૂપિયા થાય છે.
પોલીસે કારની કિંમત ૭ લાખ રૂપિયા અને મળેલા મોબાઈલની કિંમત ૫૦૦૦ રૂપિયા મળી કુલ ૧૦,૪૫,૨૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારના એન્જિન નંબર DAFANM470608 અને ચેસિસ નંબર MALPA 813LMN279776 છે. પોલીસે અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ NDPS એક્ટની કલમ 15(C) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.