૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં ૧૧૫.૫૦નો ઘટાડો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/cooking-gas.jpg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી, મહિનાના પહેલા દિવસે લોકો માટે રાહતના સમાચાર છે. આજે ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૧૫.૫૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જાેકે, ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કિંમતમાં આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને ૧૭૪૪ રૂપિયા થઈ ગઈ છે. તેમજ કોલકાતામાં આ ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૪૬ રૂપિયા, મુંબઈમાં તેની કિંમત ૧૬૯૬ રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત ૧૮૯૩ રૂપિયા છે.
અગાઉ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૫૯.૫૦ રૂપિયા, કોલકાતામાં કિંમત ૧૯૫૯ રૂપિયા, મુંબઈમાં કિંમત ૧૮૧૧.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત ૨૦૦૯.૫૦ રૂપિયા હતી. ઓક્ટોબર મહિનામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. ૨૫.૫૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર મહિનામાં રૂ. ૯૧.૫૦નો ઘટાડો થયો હતો. ઓગસ્ટ મહિનામાં રૂ.૩૬નો ઘટાડો થયો હતો. જુલાઈ મહિનામાં ૮.૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. આ રીતે, આ સતત પાંચમો મહિનો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ૧૦૫૩ રૂપિયા, કોલકાતામાં ૧૦૭૯ રૂપિયા, મુંબઈમાં ૧૦૫૨ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૦૬૮.૫૦ રૂપિયા છે. ભાવ છેલ્લે ૬ જુલાઈના રોજ બદલવામાં આવ્યો હતો. તે સમયે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોના ઘટાડા સાથે લોકો માટે બીજા પણ મોટા રાહતના સમાચાર છે. જે મુજબ ૧ નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૪૦ પૈસાના ઘટાડો આવ્યો છે. નવા ભાવ ૧ નવેમ્બર સવારે ૬ વાગ્યાથી લાગૂ થઈ જશે.
આપને જણાવી દઈએ કે, દેશભરમાં ૨૨ મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.SS1MS