સાણંદ તાલુકાના ગોરજ, લેખંબા,અને ફાંગડી ગામમાં ૧૧૭ બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો-સ્વસ્થ સમાજ નિર્માણમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા રહેલી છે.’’ – મંત્રી શ્રી દેવાભાઈ માલમ
સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમે સાણંદ તાલુકાના ગોરજ,લેખંબા અને ફાંગડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ -૧ અને આંગણવાડીમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. 117 children were admitted to school in Goraj, Lekhamba and Fangdi villages of Sanand Ahmedabad District
ગોરજમા 30 કુમાર અને 23 કન્યાઓ,લેખંબામા ૧૨ કુમાર અને ૧૫ કન્યા,ફાંગડી પ્રાથમિક શાળામાં ૧૮ કુમાર અને ૧૯ કન્યાઓ સાથે કુલ-૧૧૭ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
બાળકોને શાળા પ્રવેશ કરાવી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પોતાને તો સમર્થ બનાવશે તેનાથી સ્વસ્થ સમાજ નિર્માણમાં પણ તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે.
રાજ્ય સરકાર ધ્વારા ૨૦૦૩ થી શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવથી શાળામાંથી વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને અંકુશમાં લાઈ શકાઈ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતુ કે, શિક્ષીત સમાજ દેશની પ્રગતી વધુ સારી રીતે કરી શકે છે.
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત શાળામાં દાન આપનાર દાતાઓનું મંત્રી શ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જીલ્લા વિકાસ અધિકારીશ્રી- જિલ્લા પંચાયત અમદાવાદ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે પાઠમાલા-ગ્રેસિયસ ગિવિંગ પ્રકલ્પ અંતર્ગત શાળાની અને ગામની લાયબ્રેરીમાં બાળકોને વાંચન માટે ઉપયોગી થઈ શકે તેવા પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રવેશોત્સવ દરમ્યાન પાછલા વર્ષમાં ધોરણ ૩ અને ૮માં ધોરણમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કેચબુક,રંગ અને રમકડાની કીટ તથા ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નોટબુક અને સ્વાદ્યાયપોથીની કીટ આપવામાં આવી હતી. તથા શાળામાં ઉપસ્થિત મહાનુભાવઓના હસ્તે શાળાનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાણંદ તાલુકાના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ,પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.એન.પટેલ, જીલ્લા, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન