Western Times News

Gujarati News

12 દિવસમાં કોવિડ-19 સાથે સંબંધિત 7000થી વધારે જાહેર ફરિયાદોનું સમાધાન થયું – ડૉ. જિતેન્દ્ર સિંહ

ડૉ. જિતેન્દ્ર સિંહે કોવિડ-19ના પગલે ડીઓપીટી, ડીએઆરપીજી અને ડીઓપીપીડબલ્યુની કામગીરીની સમીક્ષા કરી

અત્યાર સુધી ડીઓપીટીના ઇ-લર્નિંગ પ્લેટફોર્મ iGOT પર 71,000થી વધારે વ્યક્તિઓએ નોંધણી કરાવી
(PIB) નવી દિલ્હી, પૂર્વોત્તર વિસ્તારના વિભાગ (ડીઓએનઇઆર)ના વિકાસ માટેના રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયનાં રાજ્ય કક્ષાનાં મંત્રી, પર્સનલ, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અંતરિક્ષ મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે ડીઓપીટી, ડીએઆરપીજી અને ડીઓપીપીડબલ્યુની ઇન્ટરેક્ટિવ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કોવિડ-19ના પગલે ત્રણ વિભાગોએ કરેલી કામગીરી પર ચર્ચા થઈ હતી. મહામારીનો સામનો કરવા વિભાગની સજ્જતાની સમીક્ષા કરવા ઉપરાંત મંત્રીએ અધિકારીઓ અને સ્ટાફને જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન કામ અટકવું ન જોઈએ.

અહીં યાદ કરી શકાશે કે ડૉ. જિતેન્દ્ર સિંહે https://darpg.gov.in પોર્ટલ પર 1 એપ્રિલ, 2020 પર કોવિડ 19 ફરિયાદો પર નેશનલ મોનિટરિંગ ડેશબોર્ડ શરૂ કર્યું હતું. તમામ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો અને રાજ્ય સરકારોને કોવિડ-19 પર CPGRAMSમાં પ્રાપ્ત થયેલી જાહેર ફરિયાદોનું નિવારણ કરવા માટે પરિપત્રો ઇશ્યૂ થયા હતા. કોવિડ-19 કેસો પર રોજિંદા અહેવાલો સક્ષમ ગ્રૂપ – 10, પ્રધાનમંત્રી કાર્યાલય, મંત્રીઓનાં સક્ષમ જૂથ અને પર્સનલ, પીજી અને પેન્શન માટેનાં રાજ્ય કક્ષાનાં મંત્રીને 1 એપ્રિલ, 2020થી સબમિટ કરવામાં આવે છે.

સરકારે 12 એપ્રિલ, 2020 સુધીમાં કોવિડ-19 સાથે સંબંધિત 7000 ફરિયાદોનું નિવારણ કર્યું છે, જેમાં ફરિયાદનો સરેરાશ નિકાલ સમય 1.57 દિવસ છે. કોવિડ-19 ફરિયાદોના મહત્તમ નિકાલ કરનાર મંત્રાલયો/વિભાગોમાં વિદેશ મંત્રાલય (1625 ફરિયાદો), નાણાં મંત્રાલય (1043 ફરિયાદો), શ્રમ મંત્રાલય (751 ફરિયાદો) છે. 8 એપ્રિલ, 2020 અને 9 એપ્રિલ, 2020ના રોજ સૌથી વધુ 1315 ફરિયાદો/દિવસનો નિકાલ થયો હતો.

ડૉ. જિતેન્દ્ર સિંહે કોવિડ-19 મહામારી સામે લડવા ડીઓપીટીનાં ઇ-લર્નિંગ પ્લેટફોર્મ (https://igot.gov.in) માં 71,000થી વધારે વ્યક્તિઓની નોંધણી પર સંતોષ પણ વ્યક્ત કર્યો હતો, જે ગયા અઠવાડિયે શરૂ થયું હતું અને આશરે 27,000 ઉમેદવારોએ કોર્સ પૂર્ણ કર્યો હતો. લક્ષિત જૂથ ડૉક્ટરો, નર્સો, પેરામેડિક્સ, સફાઈ કામદારો, ટેકનિશિયનો, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇવ્સ (એએનએમ), કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અધિકારીઓ, નાગરિક સંરક્ષણ અધિકારીઓ, વિવિધ પોલીસ સંસ્થાઓ, નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી), નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (એનવાયકેસ), નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ), ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (આઇઆરસીએસ), ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ (બીએસજી) તથા અન્ય સ્વયંસેવકો છે.

પ્લેટફોર્મ દરેક લર્નરને ક્યુરેટેડ, ભૂમિકા-વિશેષ સામગ્રી પ્રદાન કરે છે, જેને તેઓ કાર્યસ્થળે કે ઘરે અદા કરે છે તથા તેમની પસંદગીનાં કોઈ પણ ડિવાઇઝ પર આ સામગ્રી આપે છે. iGOT પ્લેટફોર્મ વસ્તીના ધોરણે ડિઝાઇન કરવામાં આવ્યું છે તથા આગામી અઠવાડિયાઓમાં આશરે 1.50 કરોડ કામદારો અને સ્વયંસેવકોને તાલીમ પ્રદાન કરશે. કોવિડ, આઇસીયુ કેર અને વેન્ટિલેશન મેનેજમેન્ટ, ક્લિનિકલ મેનેજમેન્ટ, પીપીઇ દ્વારા ઇન્ફેક્શન પ્રિવેન્શન, ઇન્ફેક્શન નિયંત્રણ અને નિવારણ, ક્વારેન્ટાઇન અને આઇસોલેશન, લેબોરેટરી સેમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગ, કોવિડ 19 કેસોનું મેનેજમેન્ટ, કોવિડ 19 ટ્રેનિંગ જેવા વિષયો પર iGOT પર નવ (9) અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.