૧૨ કૂતરાઓએ હુમલો, ૩૬ ઈજાના નિશાન, ૨૪ કલાકમાં જિંદગીની લડાઈ હારી માસૂમ બાળકી

આગ્રા, આગરામાં ભયાનક કૂતરાઓનો શિકાર થયેલી બહેરી છોકરી ગુંજનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુંજનને બચાવવા માટે જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. લગભગ ૨૪ કલાક સુધી ગુંજન જિંદગી માટે મોત સાથે લડતી રહી. લડતા-લડતા અચાનક તેનો શ્વાસ બંધ થઈ ગયો અને તે જિંદગીની લડાઈ હારી ગઈ.
ગુંજનનું જિલ્લા હોસ્પિટલમાં મોત નિપજ્યું. આ બહેરી છોકરી ગુંજનની માતા નથી અને પિતા માનસિક રીતે અસ્વસ્થ છે. તેની સંભાળ દાદી અને પરિવારના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવતી હતી. ગુંજનનાં મોતની જાણકારી જેવી તેના પરિવારના સભ્યો સુધી પહોંચી તેવો જ હોબાળો મચી ગયો.
આ છોકરીના મોતથી હોસ્પિટલના ડોકટરો પણ દુઃખી છે. ડો.વર્માએ છોકરીના મોતની પુષ્ટિ કરી. રિપોર્ટ મુજબ, આ સમગ્ર ઘટના અંગે ડૉ.વર્માએ જણાવ્યું કે, અચાનક છોકરીની તબિયત બગડી અને તેનું મોત નિપજ્યું. ગુંજનને બચાવવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરવામાં આવ્યા હતા, ગુંજનની સારવાર ૮ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી.
સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દેહતોરાની રહેવાસી છોકરી ગુંજનને ઘરની બહાર સવારે ૫ઃ૩૦ વાગ્યે ભયંકર કૂતરાઓએ ઘેરી લઈને તેના પર હુમલો કર્યો હતો. એક ડઝન કૂતરાઓએ ગુંજન પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી. લોહીથી લથપથ ગુંજનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગુંજનના શરીર પર ૩૬ ઈજાના નિશાન હતા અને ૨૦થી વધુ તેના શરીર પર ટાંકા લેવામાં આવ્યા હતા.
બોલી નહીં શકતી ગુંજન પોતાના દર્દ વિશે કહી શકતી પણ નહીં હતી. તે સતત વિલાપ કરી હતી. તે સમયે ગુંજનની સારવાર કરી રહેલા ડોકટરોનું જણાવવાનું હતું કે, તેમની પ્રાથમિકતા એ છે કે કોઈપણ રીતે આ માસૂમનો જીવ બચાવવામાં આવે, પરંતુ ગુંજનને બચાવી નહીં શકાય અને તે જિંદગીની લડાઈ હારી ગઈ.
આગ્રામાં શેરીએ-શેરીએ રસ્તા પર રખડતા કૂતરાઓનો આતંક જાેવા મળી રહ્યો છે, આ રખડતા કૂતરાઓ હવે જીવલેણ બની ગયા છે, પરંતુ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન નથી આપતું, જિલ્લા હોસ્પિટલમાં દરરોજ સેંકડોની સંખ્યામાં દર્દીઓ એન્ટી રેબીજ ઇન્જેક્શન મુકાવવા માટે આવે છે, પરંતુ પરિસ્થિતમાં કોઈ સુધારો નથી થતો. આમ આગ્રામાં અધિકારીઓ મસ્ત છે અને જનતા ખરાબ રીતે ત્રસ્ત છે.HS1MS