Western Times News

Gujarati News

SGVP સંસ્કૃત મહાવિદ્યાલયના રજત જયંતી વર્ષના પ્રારંભે 12 પ્રાધ્યાપકોનું સન્માન

અમદાવાદ તા. ૨૫ અમદાવાદ ખાતે કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP દ્વારા કાર્યરત ‘દર્શનમ્‌’ સંસ્કૃત મહાવિદ્યાલયના રજત જયંતી વર્ષના પ્રારંભે ઋષિકુમારોના સર્વાંગીણ વિકાસ માટે એકવીસમી સદીને અનુરુપ સંસ્કૃત વિદ્યાલયને આધુનિક બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. 12 professors felicitated at the beginning of the silver jubilee year of SGVP Sanskrit Mahavidyalaya

જેમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત રિસર્ચ સેન્ટર, સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, લેંગ્વેજ લેબ, ખગોળ-ભૂગોળ લેબ વગેરેનું નિર્માણ થયું છે.

આ નૂતન સોપાનનું ઉદ્‌ઘાટન તારીખ ૨૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું.

આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી વગેરે મહાનુભાવો તથા સારસ્વતોના હસ્તે દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી પીએચ.ડી. થયેલા બાર પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં ડૉ. બ્રહ્મસ્વરૂપદાસજી, શ્રી અર્જુનકુમાર શામલ, ડૉ. મુનિવત્સલદાસજી, ડૉ. યજ્ઞવલ્લભદાસજી, ડૉ. લક્ષ્મીનારાયણ ભટ્ટ, ડૉ. ભગીરથ ત્રિવેદી, ડૉ. યોગેશ પંડ્યા, ડૉ. સુભાષ વસોયા, ડૉ. અંકિત રાવલ, ડૉ. અશ્વિન ભટ્ટ, શ્રી રવિ જાની, શ્રી ચિંતન જોષી વગેરે સામેલ હતા.

આ ઉપરાંત દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના નૂતન સોપાન સૂર્યા કૉમ્પ્યુટર લેબ તથા સ્માર્ટ ક્લાસના નિર્માણમાં મૂળ ભારાસર(કચ્છ)ના વતની અને હાલ સિસલ્સ નિવાસી શ્રી વિશ્રામભાઈ વરસાણીએ (વિજય કન્ટ્રક્શન) પોતાના સુપુત્ર શ્રી સૂર્યકાંતની સ્મૃતિમાં ‘સૂર્યા કમ્પ્યુટર લેબ’ના નિર્માણમાં ખૂબ મોટો સહયોગ આપ્યો છે. એ જ રીતે સ્માર્ટ ક્લાસના નિર્માણમાં ગુરુકુલ પરિવાર કેનેડા તથા અમેરિકાના ભક્તજનોનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજ-નાઈરોબીના પ્રમુખ શ્રી આર.ડી. વરસાણી ઉપસ્થિત ખાસ રહ્યા હતા. આર.ડી. કચ્છના આગેવાન દાનવીર છે. SGVP ગુરુકુલના નિર્માણમાં તેઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ઉપરાંત તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.