ટ્રમ્પની ટેરિફ નીતિ સામે અમેરિકાના ૧૨ રાજ્યો કોર્ટમાં પહોંચ્યા

વોશિંગ્ટન, અમેરિકાના એક ડઝન જેટલા રાજ્યોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને પડકારતો કેસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં કર્યાે છે. તેમનું કહેવું છે કે આ નીતિ ગેરકાયદેસર છે અને તેનાથી અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચશે.
આ દાવામાં દલીલ કરાઇ છે કે ટેરિફ લાદવાનું ટ્રમ્પનું પગલું કાયદેસર નથી, પરંતુ માત્ર વ્યક્તિગત ‘મનોરંજન’ છે તેમજ તે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇલકોનોમિક પાવર્સ એક્ટનો ભંગ કરે છે.
રાજ્યોએ કોર્ટને ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવા અને ફેડરલ એજન્સીઓને તેનો અમલ કરતા અટકાવવા વિનંતી કરી છે. આ દાવો કરનાર રાજ્યોમાં ઓરેગોન, એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલવેર, ઇલિનોઇસ, મેઈન, મિનેસોટા, નેવાડા, ન્યુ મેક્સિકો, ન્યુ યોર્ક અને વર્માેન્ટનો સમાવેશ થાય છે.
એરિઝોનાના એટર્ની જનરલ ક્રિસ મેયસે ટ્રમ્પના અભિગમને “પાગલ” તરીકે ગણાવી દીધો છે. તેમણે કહ્યું છે કે આ પગલું આડેધડનું જ નહિ પરંતુ ગેરકાયદેસર પણ છે.
કનેક્ટિકટના એટર્ની જનરલ વિલિયમ ટોંગે પણ તેમાં સૂર પૂરાવ્યો છે અને ટેરિફને “કનેક્ટિકટ પરિવારો પરનો મોટો કર અને વ્યવસાયો અને નોકરીઓ માટે આપત્તિ” ગણાવી હતી. દાવામાં એવી દલીલ કરાઇ છે કે માત્ર સંસદ પાસે જ ટેરિફ લાદવાની બંધારણીય સત્તા છે અને ટ્રમ્પ દ્વારા જણાવાયેલી ઇમર્જન્સી સત્તાઓ માટે વિદેશોમાંથી અસમાન્ય અને અસાધારણ ખતરો હોવો જોઇએ. જે આ બાબતમાં નથી.
દાવામાં આક્ષેપ કરાયો છે કે ગમે તે કારણોસર વિશાળ અને બદલાતી ટેરિફ લાદીને ટ્રમ્પને ઇમરજન્સી દાખલ કરવાનું વધુ અનુકૂળ લાગ્યું છે. જે બંધારણીયરીતે ખોટું છે. બીજીરીતે કેલિફોર્નિયા ગવર્નર ગેવિન ન્યૂસમ કેલિફોર્નિયામાં ફેડરલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કહેવાયું છે કે દેશના સૌથી મોટા આયાતકાર તરીકે રાજ્ય અબજો ડોલર ગુમાવી શકે છે.SS1MS