વાંકડિયા વાળને સીધા કરવાનો પ્રયાસ કરતાં બાળકનું મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/kerala-scaled.jpg)
બાળકે માથાના ભાગે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપતા મોત -થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો બનાવ-બાળક યુ-ટ્યુબ ઉપર જાેયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના વાંકડિયા વાળને સીધા કરવાનો પ્રયાસ કર્યો હતો
થિરુવનંતપુરમ, કેરળમાં એક ખૂબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે. અહીં એક ૧૨ વર્ષના બાળકનું મોત થયું છે. બાળક યુ-ટ્યુબ પર જાેયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના વાંકડિયા વાળને સીધા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું નિધન થયું હતું. 12-year-old Kerala Boy Dies While Trying to Straighten Hair Using Kerosene Oil and Lit Matchstick
યોગ્ય જ્ઞાન વગર કરવામાં આવતા અખતરા કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદારણ છે, જેમાં એક બાળકને પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતક બાળકની ઓળખ સિવાનારાયણન તરીકે કરવામાં આવી છે. જે થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો નિવાસી હતી. રિપોર્ટ પ્રમાણે બાળક સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
બાળકનું દાઝી જવાને કારણે મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકે યુ-ટ્યુબ પર એક વીડિયો જાેયો હતો. જેમાં કેરોસીનની મદદથી વાળ સીધા કરવાની ટ્રીક જણાવવામાં આવી હતી. આ વીડિયો જાેઈને બાળકો પોતોના માથામાં કેરોસીન લગાવ્યું હતું. જે બાદમાં દીવાસળીથી આગ લગાડી હતી. જે બાદમાં બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો.
બાળકની હાલત તેના ઘરે જ ગંભીર બની ગઈ હતી. આ બનાવ બન્યો ત્યારે ઘરમાં બાળકની દાદી જ હાજર હતા. બાળકે ઘરના બાથરૂમમાં આ અખતરો કર્યો હતો. બાળકે જે વીડિયો જાેઈને આ અખતરો કર્યો હતો તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેમાં વાળ પર સ્પિરિટ લગાડીને તેને આગ લગાડી દેવામાં આવે છે.
જે બાદમાં વાંકડિયા વાળા સીધા થઈ જવાનો દાવો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકને સોશિયલ મીડિયાના વળગણ હતું. તે મોબાઇલમાં આવે વીડિયો જાેયા રાખતો હતો. બનાવ બાદ બાળકને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અહીં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.