120 વિદ્યાર્થીઓએ લાયબ્રેરીના સભાખંડમાં સમૂહ વાંચન પ્રવૃત્તિમાં ભાગ લીધો
સમૂહ વાંચન થકી ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં નેશનલ રિડિંગ ડેની ઉજવણી કરાઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં સમૂહ વાંચન થકી નેશનલ રિડિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય વાંચન પર્વ દિવસની ઉજવણી સમૂહ વાંચન થકી કરવામાં આવી હતી.
શ્રી પુથૂવારીલ નારયણ પન્નિકર કે જેઓ કેરલ રાજ્યમાં જમ્યા અને તેને જ કર્મભૂમિ બનાવી એવા શ્રી પુથૂવારીલ નારયણ પન્નિકર કે જેઓને પુસ્તકાલય સ્થાપનાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેમને કેરળ રાજ્યમાં ઉત્તમ થી સર્વોત્તમ થકી , સાહિત્ય પ્રવૃત્તિનો વિકાસથાય તે હેતુથી કેરળ રાજ્યમાં પુસ્તકાલયોની સ્થાપનાનું બીડું ઝડપ્યું હતું તેમની પુણ્યતિથિના માનમાં ૧૯ જૂનના દિવસને નેશનલ રિડિંગ ડે તરીકે ઉજવામાં આવે છે.
નેશનલ રિડિંગ ડેના ઉજવણીના ભાગરૂપ કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં આજ રોજ નારાયણ વિદ્યાલયના ધોરણ ૯ અને ૧૦ના કુલ ૧૨૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ લાયબ્રેરીના ભવ્ય સભાખંડમાં સમૂહ વાંચન પ્રવૃત્તિમાં ભાગ અને લાભ લીધો હતો. આ સમૂહ વાંચન યોગ પ્રવૃત્તિમાં શાળાના શિક્ષકગણ પણ જોડાઈને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે.આપ સૌને જાણ કે વાંચન પણ એક યોગ છે.યોગ શારીરિક અને માનસિક બંને સ્થિતિમાં અનિવાર્ય છે અને રહેશે. એ સંદર્ભમાં ઉપસ્થિત વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને સમજાવતા કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર કે સોનારે વિદ્યાર્થી – વિદ્યાર્થિનીને જણાવ્યુ કે આપણાં જીવનમાં સારા પુસ્તકોનું વાંચન શું મહત્વ ધરાવે છે અને વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ ફક્ત પરીક્ષાલક્ષી જ નહીં
પણ અન્ય સારા લેખો,નિબંધો અને વાર્તાઓ પણ વાંચવી જોઈએ અને દેશ વિદેશની માહિતીની અવગત થવું જોઈએ.વિદ્યાર્થીઓએ કેવી એકાગ્રતાથી વાંચવું અને ક્યાં સ્થળે બેસીને નહીં વાંચવું એ પણ જણાવ્યુ હતું.વાંચન કર્મ પણ એક પ્રકારનો યોગ છે અને આ યોગ દરેકને ઉપયોગી થઈ પડે એવો યોગ છે જે મનને સારા વિચારોથી સિંચે છે અને મનને સારા આચરણ માટે મજબૂત બનાવી હતાશાથી દૂર લઈ જઈ હિમ્મત આપે છે.
નેશનલ રિડિંગ ડેનો આ વર્ષનો ઉદ્દેશ ઈતિહાસનું વાંચન, સુવિચારોનું વાંચન અને વાંચનના મહત્વને સાર્થક કરવાનો છે. વાંચન કયારેય નિરર્થક નથી નિવડતું. ક્યાકને ક્યાંક વાચેલું તમને ક્યારે ઉપયોગી થઈ પડે એ તો સંજોગો જ સમજાવી શકે એમ છે. પણ તમે વાંચો એટ્લે તમારામાં કઇંક નવું ઉમેરાય છે અને એ તમને નવા વિચારોથી સર્મ્દ્દ કરે છે.