Western Times News

Gujarati News

1200 બેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતી એમ્બ્યુલન્સો માટે મંડપની વ્યવસ્થા

કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેમજ દિવસે દિવસે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ, દર્દીઓ સાથે આવતા તેમના સગા-સંબંધીઓ અને કોરોના વોરિર્યસ એટલે કે ડૉક્ટરને તકલીફ ન પડે તે માટે મંડપ બાંધવામાં આવ્યા છે.

મે મહિનો ચાલુ થતાં જ ભર બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે. 108 અને અન્ય વાહનો વેઈટીંગમાં ઉભા રહે તે દરમ્યાન પેશન્ટ અને પેશન્ટ સાથે આવતા અન્ય લોકોને રાહત રહે તે માટે મંડપની વ્યવસ્થા કરાઈ છે.

પેરા મેડિકલ સ્ટાફ તથા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ મેમ્બરને બહાર ગરમીમાં ના ઉભા રહેવું પડે અને તડકાથી રક્ષણ મળી રહે માટે  450 ફૂટનો મંડપ તૈયાર કરાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.