ડેરીના ચેરમેેને પશુઓના રસીકરણ માટે ૧૨ હજાર રસીના ડોઝ ટ્રસ્ટને આપ્યા
સુદામાનગરીમાં સુદામા ડેરીની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા
કેન્દ્રીય પશુપાલન,ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદર ખાતે શરૂ કરેલા લમ્પી સ્કિન માટે આઈસોલેશન સેન્ટર મુલાકાત લીધી હતી.
ત્યારબાદ મંત્રીશ્રીએ સુદામા ડેરીની પણ મુલાકાત લીધી હતી. ત્યાં મંત્રીશ્રી દ્વારા પશુપાલકોને પોતાની આવક વધારવા તેમજ દૂધની ગુણવતા વધે તે અંગે સૂચન કર્યું હતું તેમજ પ્રોસેસિંગ માટે પણ વધારે ભાર આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુદામા ડેરીના ચેરમેન ભરતભાઇ ઓડેદરા દ્વારા પશુઓના રસીકરણ માટે ૧૨ હજાર રસીના ડોઝ ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટને આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા,ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા,સુદામા ડેરીના ચેરમેન ભરતભાઈ ઓડેદરા,કલેકટરશ્રી અશોક શર્મા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.