જીટીયુની વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિ કરતા ૧૨૯ વિદ્યાર્થીને સજા

અમદાવાદ, ગુજરાત ટેન્કોલોજીકલ યુનિવર્સિટીની વિન્ટર સેમેસ્ટર પરીક્ષામાં ગેરરીતિ આચરનારા ૧૨૯ વિદ્યાર્થીને વિવિધ લેવલની પ્રાથમિક તબક્કે સજા ફટકારવામાં આવી છે.
જેમાં અમેરલીની એક કોલેજમાં સુપરવાઈઝર સાથે ગેરવર્તણુક બદલ ૨ વિદ્યાર્થીને લેવલ-૫ની સજા કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓના પરિણામ રદ કરવા ઉપરાંત ૪ સેમેસ્ટરની પરીક્ષા પર રોક લગાવાઈ છે.
આ સિવાય ગોધરાની પોલિટેકનિકમાં ડમી વિદ્યાર્થી ઝપડાતાં લેવલ-૪ની સજા કરવામાં આવી છે. જેમાં પરિણામ રદ કરવા ઉપરાંત ૩ સેમેસ્ટરની પરીક્ષા પર રોક લગાવાશે. પ્રાથમિક તબક્કાની સજા કર્યા બાદ હવે ૪-૫ એપ્રિલના રોજ જીટીયુની અનફેર મિન્સ (યુએફએમ) કમિટી દ્વારા રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી સહિતના વિવિધ કોર્સની વિન્ટર સેમેસ્ટર-૨૦૨૪ની ફેઝ-૨ પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરનાર ઝડપાયેલા ૧૨૯ વિદ્યાર્થીને વિવિધ લેવલની પ્રાથમિક તબક્કે સજા નક્કી કરવામાં આવી છે.
જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓની જે પ્રાથમિક રીતે સજા નક્કી કરવામાં આવી છે તેમાં ૩૮ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ કરવાની લેવલ-૧ની સજા કરવામાં આવી છે. જ્યારે ૩૨ વિદ્યાર્થીઓને લેવલ-૨ની સજા હેઠળ તમામ વિષયનું એક સેમેસ્ટરનું પરિણામ રદ કરવામાં આવ્યું છે.
૪૭ વિદ્યાર્થીને લેવલ-૩ની સજા આપવામાં આવી છે. આ સજા હેઠળ વિન્ટર સેમેસ્ટરનું તમામ વિષયનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી વધુ એક સેમેસ્ટરની પરીક્ષા આપવા પર રોક લગાવવામાં આવી છે. ૨ વિદ્યાર્થીને લેવલ-૪ની સજા આપવામાં આવી છે, જેમાં આ પરીક્ષામાં નાપાસ કરવા ઉપરાંત આગામી ત્રણ સેમેસ્ટર સુધી પરીક્ષા આપવા નહીં મળે.
આ ઘટનામાં આ બંને વિદ્યાર્થીઓએ અમરેલીની એક ઈજનેરી કોલેજમાં પરીક્ષા દરમિયાન સુપરવાઈઝર સાથે ગેરવર્તુણક કરી હતી. આ ઉપરાંત ગોધરાની સરકારી પોલિટેકનિક કોલેજમાં ડમી વિદ્યાર્થી પકડાતાં ડમી અને મૂળ એમ બંને વિદ્યાર્થીને લેવલ-૫ એટલે કે સૌથી અઘરા અને છેલ્લા લેવલની સજા ફટકારવામાં આવી હતી.
જેમાં આ સેમેસ્ટરની પરીક્ષાના તમામ વિષયોના પરિણામમાં નાપાસ કરવા ઉપરાંત આગળના ૪ સેમેસ્ટરની પરીક્ષા આપવાની મનાઈ ફરમાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત ૮ વિદ્યાર્થીઓને લેવલ-૭ની સજા કરવામાં આવી છે. આ સજામાં ઉત્તરવહીમાં ક્રોસ લખાણ, હિન્દી ભાષામાં જવાબો લખવા, બીજામાંથી સીધો ઉતારો કર્યાે હોવા સહિતની આશંકાઓના પગલે લેવલ-૭ની સજા કરાઈ છે.
જેમા રૂબરૂ સુનાવણી દરમિયાન ગંભીરતાના આધારે સજાનો નિર્ણય કરવામાં આવશે. હાલમાં જીટીય ુદ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સજા સંભળાવવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં જીટીયુની અનફેર મિન્સ કમિટીની બેઠક મળશે, જેમાં તેમનું હિયરિંગ કરવામાં આવશે.SS1MS