13 જાન્યુઆરીએ ભારતમાં લગાવવામાં આવી શકે છે કોરોના વાયરસની પ્રથમ વેક્સીન : સ્વાસ્થ્ય સચિવ
નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીન 13 જાન્યુઆરીએ આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે વેક્સીનેશન માટે સેશન વેચવાની પૂરી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિકલી હશે. લાભાર્થીને વેક્સીનેશન થયું છે તે ડિજિટલી રેકોર્ડ કરવામાં આવશે અને તેને બીજો ડોઝ લેવા ક્યારે આવવું તેની જાણકારી પણ ડિજિટલી મળી જશે. વેક્સીન લેવાથી તેની કોઈ કોઈ ખરાબ અસર થાય તો તેના રિયલ ટાઇમ રિપોર્ટિંગ માટે કોવિન વેક્સીન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાવધાન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કોવિન પ્લેટફોર્મ આપણે ભારતમાં બનાવ્યું છે પણ આ વિશ્વ માટે પણ છે. જે પણ દેશ તેનો ઉપયોગ કરવા માંગશે ભારત સરકાર તેમની મદદ કરશે. તેમણે કહ્યું કે હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને કોવિન પ્લેટફોર્મ (વેક્સીનેશ માટે) પર પંજીકરણ કરાવવાની જરૂરત રહેશે નહીં. તેમનો ડેટા પહેલા જ રેકોર્ડ કરવામાં આવી ચૂક્યો છે.
તેમણે કહ્યું કે કરનાલ, મુંબઈ, ચેન્નઈ એને કોલકાતામાં સ્થિત GMSD નામક 4 પ્રાથમિક વેક્સીન સ્ટોર છે અને દેશમાં 37 વેક્સીન સ્ટોર છે. તે વેક્સીનને જથ્થાબંધ સંગ્રહીત કરે છે અને આગળ વિતરિત કરે છે.
તેમણે કહ્યું કે સ્ટોર કરેલ ડોઝની સંખ્યા અને તાપમાન ટ્રેકર સહિત સુવિધાનું ડિજિટલ દેખરેખ કરવામાં આવે છે. આપણી પાસે દેશમાં એક દશકથી વધારે સમયથી આ સુવિધા છે.