માળિયાની પેઢીને ખનીજ ચોરી બદલ રૂ.૧૩.૧૮ કરોડનો દંડ
જુનાગઢ, માળીયાહાટીના ખાતેની જય ખોડીયાર એન્ટરપ્રાઈઝ દ્વારા સાદી માટી તથા બ્લેક સ્ટ્રેપની ચોરી અંગે નિલેષ ગરેણીયાની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અદોશને પગલે જુનાગઢ ખાણ ખનીજ વિભાગે તપાસ કરી અંતે રૂ.૧૩ કરોડ ૧૮ લાખનો દંડ ફટકાર્યો છે.
વેરાવળ-પોરબંદર નેશનલ હાઈવેનું કામ કળથીયા એન્જીનીયરીગ એન્ડ કન્સ્ટ્રકશન કંપનીને મળતા આ કામમાં માટી તથા બ્લેક સ્ટ્રેપની મોટા જથ્થામાં જરૂરીયાત જણાતા કંપનીના પરાગ વિજય વ્યાસ તથા મનોજ રવજી વેકરીયાના નામ માળીયામાં જય ખોડીયાર એન્ટરપ્રાઈઝના નામે કવોરી લીઝ મેળવી હતી પણ લીઝ કીડની પરવા કર્યા વગર જય ખોડીયાર એન્ટરપ્રાઈઝ બેફામ સાદી માટી તથા બ્લેક ટ્રેપની ચોરી શરૂ કરી હતી.
આ ખનીજ ચોરી અંગે જુનાગઢના નિલેષ ગરેણીયાએ સ્થાનીક સત્તાવાળાઓને ફરીયાદ કરતા કોઈ પગલા ન ભરાતા અધિક નિયામક ભુસ્તર વિજ્ઞાન ગાંધીનગરને ફરીયાદ પછી યોગ્ય કાર્યવાહી ન થતા ગરેણીયાને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વેસ્ટઝોન દ્વારા ખટખટાવ્યા હતા. ટ્રીબ્યુનલને તપાસમાં આદેશ કર્યો હતો.
ત્યારબાદ જુનાગઢ ખાણ ખનીજ વિભાગ દ્વારા તા.૪-પ-ર૪ના સ્થળ તપાસ માપણી કરી તેનું એસેમેન્ટ કરી રૂ.૧૩ કરોડના દંડ અંગે જય ખોડીયાર એન્ટ્રપ્રાઈઝ ને કારણ દર્શ્ક નોટીસ પાઠવી હતી. બાદમાં તા.૧૦-૬-રના રોજ રૂબરૂ સુનાવણી રખાય હતી ત્યારબાદ બીજી વખત કારણદર્શક નોટીસ અને રૂબરૂ સુનાવણી યોજાઈ હતી. અને ખોડીયાર એન્ટરપ્રાઈઝના પ્રતીનીધી હીતેષ નંદાણીયા દ્વારા લેખીત જવાબ રજુ કરાયો હતો.