ફ્રાન્સના વિઝા અપાવવાના નામે યુવક સાથે 13.87 લાખની ઠગાઈ
નડિયાદ, ખેડાના યુવકને ફ્રાન્સના વિઝા અપાવવાના બહાને યુવક પાસેથી વિદ્યાનગર રોડ પર આવેલી વિઝા કન્સલટન્સી દ્વારા રૂ.૧૩.૮૭ લાખની છેતરપિંડી કરતા આણંદ શહેર પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગળતેશ્વરના વનોડા ગામમાં રહેતા ર૪ વર્ષીય ભૌમિક પ્રકાશભાઈ પટેલ કે જે હાલ ફિનલેન્ડની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેને ફ્રાન્સના સ્ટડી વિઝા મેળવવા હોય તેમણે આણંદ-વિદ્યાનગર ખાતે વિઝા કન્સલ્ટીગનું કામ કરતા રોનક શાહને મળ્યા હતા. ભૌમિકને ફ્રાન્સમાં અરાસ ખાતેની ઈટીઈસી ઈÂન્સ્ટટયુટ વિશેની જાણકારી આપેલી અને ત્યારબાદ રોમી સોનીનો સંપર્ક કરાવ્યો હતો.
વર્ષ ર૦૧૯માં ભૌમિક આણંદ ખાતે રોમી સોનીને રૂબરૂ મળવા માટે ગયો હતો અને તેમની ફાઈલ જોતા રોમી સોનીએ ફ્રાન્સની ઈÂન્સ્ટટયૂટમાટે સ્ટુડન્ટ વિઝા મળી જશે પરંતુ તેના માટે રૂ.૧પ લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું જેથી ખર્ચ પેટે થઈ રોકડા અને બેંક ટ્રાન્સફર મારફતે મળી કુલ રૂ.૧૩.૮૭ લાખ આપ્યા હતા. જોકે રોમી સોનીએ અન્ય એક એજન્સીના દેશપાંડે પ્રસાદ તેમના ફોન ઉપાડતા નથી
એટલે તેમના ઘરે ઔરંગાબાદ જવું પડશે અથવા તો અમે તમારા દીકરાનું એડમિશન બીજી યુનિવર્સિટી ખાતે કરી આપીશું તેમ જણાવ્યું હતું બે-ત્રણ વર્ષ થવા છતાં પણ પ્રવેશ મળ્યો નહતો. વધુમાં તેમને પૈસા પણ પરત આપ્યા નહોતા. જયારે પણ તેમને આપેલ પૈસાની ઉઘરાણી કરતા હતા ત્યારે તેઓ દ્વારા ગલ્લા-તલ્લા બતાવતા હતા. જેથી પ્રકાશભાઈ પટેલે રોમી સંદીપ સોની અને દેશપાંડે પ્રસાદ વિરૂદ્ધ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિય્દ નોંધાવતા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.