Western Times News

Gujarati News

ગાયિકાને એડિટ કરેલા અભદ્ર વીડીયોથી બદનામ કરનાર ૧૩ ઝડપાયા

AI Image

વીડીયો અને ફોટાઓ પર બીભત્સ લખાણ લખી વાયરલ કર્યા’તા

ખંભાળીયા, એડીટ કરેલા અભદ્ર વીડીયોથી દ્વારકાના ગાયીકાને બદનામ કરનાર પાંચ સગીર સહીત ૧૩ શખ્સને દબોચી લેવામાં હતા. આ કેસમાં પોલીસે ત્રણ ટીમી બનાવી આઠ જીલ્લામાં તપાસ કરી હતી.

પોલીસ દફતરેથી મળતી માહિતી મુજબ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં કલાકાર ભુમીબેન નંદાણીયાએ ફરીયાદ નોધાવી હતી. કે સોશીયલ મીડીયા પ્લેટ ફોર્મઈન્સ્ટાગ્રામ અલગ આઈડીઅ બનાવી તેમના સ્ટેજ પ્રોગ્રામના વિડીયો અને અંગત વીડીયોમાં એક કોર્નરમાં નાની સાઈઝમાં કોઈ અન્ય યુવતી

તથા પુરુષનો અભદ્ર વીડીયો મુકયા હતા. આ વીડીયો તેમનો જ હોય તેવા લખાણો લખેલા હતા. વીડીયો મોઈ કરેલા ફોટાઓ વાયરલ કરી સમાજમાં બદનામ કરતા આ પ્રકરણ અંગે દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં દ્વારકા જીલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેય તથા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતીએ સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પી.આઈ. વી.કે કોઠીયાના નેતૃત્વ હેઠળ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ પ્રકારની ટેકનીકલ માહિતીઓ એકત્ર કરી આરોપીઓનું પગેરું શોધી કાઢવા અલગ અલગ ત્રણ ટીમો બનાવી

કુલ આઠ જીલ્લાઓમાં તપાસ કરી દેવેન્દ્રસિંહ હસમુખ ચાવડા વિષ્ણુ ગમન મકવાણા, મનોજ મહેન્દ્ર વાઘેલા વિજય નરવત મુનીયા પ્રકાશ ધનજી ચૌહાણ રાહુલ પોપટ છત્રાલીયા, હીતેશ રમેશજી ઠાકોર અને માનસુગ શ્રવણ સોલંકી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા પાંચ કિશોરો મળી કુલ ૧૩ ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા.આ કાર્યવાહી દરમ્યાન પોલીસ ૮ મોબાઈલ ફોન તથા ર વાયફાઈ રાઉટર પણ જપ્ત્‌ કૃયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.