વિશ્વનાં સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોની યાદીમાં ભારતનાં ૧૩નો સમાવેશ
 
        નવી દિલ્હી, વિશ્વના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૧૩ શહેરો સામેલ છે. આસામનું બર્નીહાટ સૌથી ટોપ પર છે. જ્યારે, દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલની કેટેગરીમાં ટોપ પર છે.
સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની આઈક્યુ એરના ૨૦૨૪ના રિપોર્ટમાંથી આ જાણકારી સામે આવી છે. પ્રદૂષણ રેન્કિંગમાં ભારત પાંચમા સ્થાન પર છે. જ્યારે અન્ય ચાર સૌથી પ્રદૂષિત દેશોમાં ચાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને કોંગો સામેલ છે.
કુલ મળીને ૩૫ ટકા ભારતીય શહેરોમાં વાર્ષિક પીએમ૨.૫નું સ્તર વિશ્વ આરોગ્ય સંગઠનની સીમા ૫ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી ૧૦ ગણું વધુ મળ્યું છે. આ ખરાબ હવાને કારણે ભારતના લોકની તબિયત ખતરમાં છે. લોકોની સરેરાશ ઉંમર લગભગ ૫.૨ વર્ષ ઓછી થઈ રહી છે.
ગત વર્ષે પ્રકાશિત લેન્સેટ પ્લેનેટરી હેલ્થ સ્ટડી રિપોર્ટ મુજબ, ૨૦૦૯થી ૨૦૧૯ સુધી ભારતમાં પ્રતિ વર્ષ લગભગ ૧૫ લાખ મોત પ્રદૂષિત સંબંધિત કારણોને લીધે થયા હતા. તાજેતરના રિપોર્ટમાં ભારતને વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં પાંચમુ સ્થાન આપવામાં આવ્યું છે.
૨૦૨૩માં ભારત ત્રીજા સ્થાન પર હતું. અર્થાત ભારતમાં પહેલા કરતા પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો છે. દુનિયામાં ઓશિનિયા વર્ષ ૨૦૨૪માં સૌથી સ્વચ્છ ક્ષેત્ર રહ્યું. આ ઓશિનિયા ક્ષેત્રના દેશોના ૫૭ ટકા શહેરો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન્સ પૂર્ણ કરે છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ ઓશિનિયા ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિજી, પાપુઆ ન્યુ ગિની, નૌરુ, કિરબાતી, માઇક્રોનેશિયા અને માર્શલ આઈલેન્ડ્સ સામેલ છે.
આ રિપોર્ટ મુજબ, ભારતના શહેરોમાં હવા એટલી ખરાબ છે કે ૩૫ ટકા શહેરોમાં હવામાં ધૂળના નાના-નાના કણ(પીએમ૨.૫)નું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને જણાવેલા સ્તર કરતા ૧૦ ઘણું વધારે છે.ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં આસામનું બર્નીહાટ, પંજાબનું મુલ્લાંપુર, ફરીદાબાદ, લોની, નવી દિલ્હી, ગુરુગ્રામ, ગંગાનગર, ગ્રેટર નોઇડા, ભિવાની, મુઝફ્ફનગર, હનુમાનગઢ અને નોઇડા સામેલ છે.SS1MS

 
                 
                 
                