ચીનની એક શાળાની હોસ્ટેલમાં આગથી ૧૩નાં મોત નિપજ્યા
બેઈજિંગ, ચીનમાં એક સ્કૂલ હોસ્ટેલમાં મોટી દુર્ઘટના બની છે જેમાં ચીનના હેનાન પ્રાંતમાં એક શાળાના હોસ્ટેલમાં ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં જેમાં ૧૩ લોકોના મોત થયા છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ ઘટના મધ્ય ચીનમાં હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં બની હતી. શુક્રવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ દુર્ઘટના મામલે નાન્યાંગ શહેરની નજીક સ્થિત સ્કૂલ સંચાલકની અટકાયત કરવામાં આવી છે અને આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કુલ ૧૩ લોકોના મોત થયા છે. અગાઉ ૨૦૨૩ની નવેમ્બરમાં ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસા કંપનીની ઓફિસમાં ભયાનક આગ લાગી હતી, જેમાં ૨૬ લોકોના મોત થયા હતા.
આ ઘટનામાં ૧૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય ગયા વર્ષે એપ્રિલમાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં ૨૯ લોકોના મોત થયા હતા. SS2SS